અમદાવાદઃ ઘણીવાર જૂના જમાનાના શેર ઇન્વેસ્ટર મળી જાય તો વાતો કરતાં હોય કે, મેં તો હિન્દુસ્તાન યુનિલિવર, કોલગેટ, ગ્લેક્સો સ્મીથલાઇન જેવી કંપનીઓના આઇપીઓમાં લાગેલા શેર્સ ઉપર મળેલાં ડિવિડન્ડ, રાઇટ્સ, બોનસ ઇશ્યૂમાંથી મારાં ચાર સંતાનોના મેરેજ પણ કર્યા અને વર્ષે તગડું ડિવિડન્ડ મળે છે જે મારાં પેન્શન જેટલું થઇ જાય છે. આધુનિક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીમાં આ વાત કેટલી બંધ બેસતી હશે તે તો યુવા રોકાણકારો જાણે પરંતુ એ હકીકત છે કે, શેરબજારમાં જ્યારે તેજી હોય છે ત્યારે રોકાણકાર, ટ્રેડરનું ફોકસ માત્ર કેપિટલ ગેઈનમાં હોય છે. પરંતુ જ્યારે માર્કેટ કરેક્શનના દોરમાં પ્રવેશે છે, ત્યારે ડિવિડન્ડ, બોનસ, રાઈટ્સ ઈશ્યૂ, બાયબેકની ખરી કિંમત સમજાય છે. કરેક્શનના માહોલમાં ઉંચી ડિવિન્ડ યિલ્ડ રોકાણકારના નુકસાનને સરભર કરવામાં ટેકો આપે છે. આવાં જ 10 ટકાથી વધુ ડિવિડન્ડ યિલ્ડ ધરાવતાં 4 શેર્સમાં NMDC, REC, Coal India, Hindustan Zincમાં રોકાણકારોને વાર્ષિક 10 ટકાથી વધુ ડિવિડન્ડ યિલ્ડ પ્રાપ્ત થઈ છે. જેમાં સૌથી વધુ 11.24 ટકા ડિવિડન્ડ યિલ્ડ એનએમડીસીના સ્ટોકમાં મળી છે.

ઉલ્લેખનીય છે કે, ઉંચી ડિવિડન્ડ યિલ્ડ આપતાં સ્ટોક્સની યાદી Refinitivના રિપોર્ટમાં આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સમાવિષ્ટ કરવામાં આવી છે. જેમાં પોઝિટિવ માર્કેટ આઉટલૂક ધરાવતી અને 5 અને તેથી વધુનો એકંદર સરેરાશ સ્કોર ધરાવતી સ્ક્રીપ્સને પસંદગી માટે ગણવામાં આવે છે. રૂ. 1,000 કરોડથી વધુનું માર્કેટ કેપ ધરાવતી કંપનીને ધ્યાનમાં લેવામાં આવી છે.

રોકાણકારોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત

રોકાણકારોએ ડિવિડન્ડ યિલ્ડના આધારે રોકાણ કરતી વખતે તેનો ટ્રેક રેકોર્ડ પણ ચકાસવો જઈએ. કારણકે, માત્ર વર્ષમાં એક કે બે વખત ઉંચુ ડિવિડન્ડ આપતી કંપનીઓ સારુ ડિવિડન્ડ આપતી કંપનીઓ સાબિત થતી નથી. છેલ્લા પાંચ વર્ષમાંથી કંપનીએ ઓછામાં ઓછા ચાર વર્ષ ડિવિડન્ડ ચૂકવ્યું હોવુ જોઈએ. ઘણી કંપનીઓ કેશ રિઝર્વમાં માનતી હોવાથી તે નફાનુ વળતર રોકાણકારોને ચૂકવતી નથી. જેમાં પ્રમોટર્સનો હિસ્સો પણ ગણ્યોગાંઠ્યો હોવાથી રિસ્ક વધુ હોય છે.

NMDC: એનએમડીસીએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં શેરદીઠ રૂ. 5.73 વચગાળાનું ડિવિડન્ડ આપ્યું હતું.

Coal India: કોલ ઈન્ડિયા લિ.એ છેલ્લે 15 નવેમ્બર, 2022માં શેરદીઠ રૂ. 15 ડિવિડન્ડ જારી કર્યું હતું. આ સાથે કંપનીએ 2022માં શેરદીઠ કુલ રૂ. 20 ડિવિડન્ડ ચૂકવ્યું છે.

REC: REC લિમિટેડએ કેલેન્ડર વર્ષ 2022માં કુલ રૂ. 15.80 પ્રતિ શેર ડિવિડન્ડ ચૂકવ્યું છે.

Hindustan Zinc: હિન્દુસ્તાન ઝિંક લિમિટેડે 2022માં શેરદીઠ સૌથી વધુ રૂ. 36.50 ડિવિડન્ડ ચૂકવ્યું છે.

Other highest dividend-paying stocks

CompanyDividend Yield
INEOS Styrolution34%
Vedanta Ltd.26.5%
IOCL16.8%
RECL16%
PFCL11.33%
NMDC11.1%
SAIL10.6%

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)