અમદાવાદઃ ડિજિટલ-ફર્સ્ટ બ્યૂટી એન્ડ પર્સનલ કેર કંપની હોનાસા કન્ઝ્યુમર લિમિટેડ (“કંપની”)એ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની IPO મારફતે (દરેક ઇક્વિટી શેરનું ફેસ વેલ્યુ ₹ 10) દ્વારા ફંડ ઊભુ કરવાની યોજના ધરાવે છે. ઓફરમાં ₹ 400 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા 46,819,635 ઇક્વિટી શેરની ઓફર સામેલ છે.

કંપનીએ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ફંડનો ઉપયોગ (1) પોતાની બ્રાન્ડની વિઝિબિલિટી વધારવા અને જાગૃતિ લાવવા જાહેરાત પાછળ ખર્ચ વધારીને ₹ 186 કરોડ કરશે (2) ₹ 34.23 કરોડ સુધીનો નવો ઇબીઓ સ્થાપિત કરવા કંપની દ્વારા મૂડીગત ખર્ચનું વહન કરશે અને (3) નવા સલોન્સ સ્થાપિત કરવા પોતાની પેટા કંપની ભાબાની બ્લન્ટ હેરડ્રેસિંગ પ્રાઇવેટ લિમિટેડમાં ₹ 27.52 કરોડનું રોકાણ તથા સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ અને ઓળખ ન થયેલા ઇનઓર્ગેનિક એક્વિઝિશન માટે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થશે એ ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર થશે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ, જેએમ ફાઇનાન્શિયલ અને જે પી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ છે.