અમદાવાદ, 8 જાન્યુઆરી: હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI)એ ભારતમાં ગુજરાત રાજ્યના વિઠ્ઠલાપુર ખાતે તેના ચોથા ટુ-વ્હીલર પ્લાન્ટમાં નવી ત્રીજી એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું જે 6.5 લાખ યુનિટની ક્ષમતા ઉમેરશે. હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમારી વિઠ્ઠલાપુર સુવિધા ખાતે નવી ત્રીજી એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યું છે. HMSIનો ગુજરાત પ્લાન્ટ સ્થાનિક તેમજ નિકાસ બજારો માટે સ્કૂટર મોડલનું ઉત્પાદન કરે છે જે અમને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સ્કૂટરાઇઝેશનના ટ્રેન્ડને આગળ વધારવામાં મદદ કરશે.

વાર્ષિક ઉત્પાદન ક્ષમતામાં વધુ 6.5 લાખ યુનિટનો ઉમેરો થશે

HMSIની અત્યાધુનિક વિઠ્ઠલાપુર સુવિધા હોન્ડાનો વિશ્વનો સૌથી મોટો સ્કૂટર-ઓન્લી પ્લાન્ટ છે. HMSIના ગુજરાત પ્લાન્ટમાં નવી ત્રીજી એસેમ્બલી લાઇનનું લોન્ચિંગ ક્ષમતામાં વધુ 6.5 લાખ યુનિટ ઉમેરશે. હોન્ડાના બેસ્ટ સેલિંગ ટુ-વ્હીલર, એક્ટિવા અને અન્ય સ્કૂટર મોડલ જેમ કે ડિઓ, એક્ટિવા 125 અને ડિઓ 125નું ઉત્પાદન વિઠ્ઠલાપુર ફેસિલિટી ખાતે કરવામાં આવે છે. HMSIના ગુજરાત પ્લાન્ટમાં સમર્પિત એન્જિન લાઇન પણ છે જે થાઇલેન્ડ, યુએસ, યુરોપ, જાપાન વગેરે જેવી વૈશ્વિક માંગને પહોંચી વળવા વૈશ્વિક એન્જિન (250સીસી અને તેથી વધુ કેટેગરીના ટુ-વ્હીલર્સ માટે) બનાવવા માટે બેઝ તરીકે સેવા આપે છે. ઉલ્લેખનીય છે કે ટુ-વ્હીલર ઉત્પાદન ક્ષમતામાં ભારત વૈશ્વિક સ્તરે હોન્ડા માટે સૌથી મહત્વપૂર્ણ ઉત્પાદન બેઝ પૈકીનો એક છે.

કંપની ગુજરાત પ્લાન્ટમાં 2030 સુધીમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવાના તેના લક્ષ્ય તરફ સક્રિયપણે કામ કરી રહી છે. તે હાલમાં પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત (પવન અને સૌર ઊર્જા)માંથી 75% ઇલેક્ટ્રિકલ પાવરનો ઉપયોગ કરે છે, વરસાદી પાણીના સંગ્રહનો ઉપયોગ કરે છે અને લેન્ડફિલ ઉત્પાદન સુવિધા માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ અને ઝીરો વેસ્ટ સ્થળ છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)