વેરિઅન્ટCB200X OBD2
કિંમત(X-શોરૂમ દિલ્હી)રૂ. 1,46,999
કલર ઓપ્શન્સડિસન્ટ બ્લુ મેટાલિક (ન્યૂ),
પર્લ નાઇટસ્ટાર બ્લેક, સ્પોર્ટ્સ રેડ

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI)એ OBD2 અનુરૂપ 2023 CB200X લોન્ચ કર્યું છે. 2023 હોન્ડા CB200Xની કિંમત રૂ. 1,46,999 (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. નવા CB200Xના લોન્ચ પર ટિપ્પણી કરતા, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના MD, પ્રેસિડેન્ટ અને CEO સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, 2023 CB200X લોન્ચ કરીએ છીએ જે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. વર્ષ 2021માં તેના લોન્ચ પછી CB200Xને બજારમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 2023 CB200X ત્રણ સ્ટાઇલિશ રંગોમાં ઉપલબ્ધ હશે – ડિસન્ટ બ્લુ મેટાલિક (ન્યૂ), પર્લ નાઇટસ્ટાર બ્લેક અને સ્પોર્ટ્સ રેડ. તેની આકર્ષક કિંમત રૂ. 1,46,999 (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. HMSI મોટરસાઇકલ પર ખાસ 10 વર્ષનું વોરંટી પેકેજ (3 વર્ષનું સ્ટાન્ડર્ડ + 7 વર્ષ ઓપ્શનલ) પણ ઓફર કરી રહી છે.