Hurun India Rich List: મુકેશ અંબાણી ફરી સૌથી ધનિક ભારતીય, અદાણીની સંપત્તિ 57% ઘટી
ક્રમ | ધનિક | સંપત્તિ crore | તફાવત |
1 | Mukesh Ambani & family | ₹808700 | 2% |
2 | Gautam Adani & family | ₹474800 | -57% |
3 | Cyrus Poonawalla & family | ₹278500 | 36% |
4 | Shiv Nadar & family | ₹228900 | 23% |
5 | Gopichand Hinduja & family | ₹176500 | 7% |
6 | Dilip Shanghvi | ₹164300 | 23% |
7 | LN Mittal & family | ₹162300 | 7% |
8 | Radhakishan Damani& family | ₹143900 | -18% |
9 | Kumar Mangalam Birla& family | ₹125600 | 5% |
10 | Niraj Bajaj & family | ₹120700 | 7% |
અમદાવાદ, 10 ઓક્ટોબરઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર દેશની ધનિકોની યાદીમાં સૌથી વધુ ધનિક ભારતીય બન્યા છે. ગતવર્ષે ગૌતમ અદાણી આ યાદીમાં પ્રથમ ક્રમે હતાં. હિન્ડેનબર્ગના રિપોર્ટના કારણે અદાણીની સંપત્તિમાં 57 ટકાનો ઘટાડો નોંધાતાં તે દેશના ટોચના ધનિકોની યાદીમાં બીજા ક્રમે પહોંચ્યા છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 અનુસાર સૌથી ધનિક ભારતીયનું બિરુદ મુકેશ અંબાણીએ ફરી વખત હાંસિલ કર્યું છે, જ્યારે બીજી બાજુ બાયજુસના રોકાણકારો દ્વારા કંપનીનું વેલ્યૂએશન ઘટાડવામાં આવતાં બાયજૂના કા-ફાઉન્ડર બાયજુ રવિન્દ્રન આ યાદીમાંથી બહાર થયાં છે.
સંપત્તિમાં વૃદ્ધિ મામલે પૂનાવાલા ટોચ પર
હુરૂનની રીચ લિસ્ટમાં સંપત્તિમાં સૌથી ઝડપી વધારાના મામલે સીરમ ઇન્સ્ટિટ્યૂટના પૂનાવાલા રીતે સૌથી વધુ નફો કરનાર રહ્યા હતા, ગત વર્ષની તુલનાએ આ વર્ષે તેમની સંપત્તિ 36 ટકા વધીને રૂ. 2.78 લાખ કરોડ થઈ હતી. આ સિવાય ગૌરી શંકર અગ્રવાલા અને CMR ગ્રીન ટેક્નોલોજીના પરિવારની સંપત્તિ પણ સૌથી વધુ ચાર ગણી વધી રૂ. 5,900 કરોડ થઈ હતી.
ધનિકોની એવરેજ સંપત્તિ 9.3 ટકા ઘટી | 55 ધનિકો આ યાદીમાંથી બહાર થયાં |
ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ, મટિરિયલ્સ-માઈનિંગ સેગમેન્ટમાંથી 133 નવા ધનિકો | 64% ધનિકો સેલ્ફ મેઈડ ધનવાન બન્યા |
ભારતના ધનિકોની કુલ સંપત્તિ સિંગાપોર, યુએઈ, સાઉદી અરબની GDPથી વધુ
ધનિકોની યાદીમાં ફાર્મા સેક્ટર અવ્વલ
ધનિકોમાં ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરમાંથી સૌથી વધુ 133 ધનિકો, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ અને ઔદ્યોગિક ઉત્પાદનોના ઉદ્યોગ સાહસિકો બીજા ક્રમે રહ્યા હતાં.આવે છે. જ્યારે ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં ધનિકોની સંખ્યા 87 ટકા વધી હતી.
1300 ભારતીયોની સંપત્તિ 1 હજાર કરોડથી વધુ
હુરૂન રીચ લિસ્ટ 2023માં 1319 ભારતીયો એવા છે કે, જેઓ 1 હજાર કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે. જેમાં 219 ધનિકો પ્રથમ વખત આ યાદીમાં સામેલ થયા છે. હુરૂન રીચ લિસ્ટમાં કુલ 278 ધનિકો પ્રથમ વખત સામેલ થયા છે. ઉલ્લેખનીય છે, આ વર્ષે 360 વન વેલ્થ હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટર્સની કુલ સંપત્તિ વધી 109 લાખ કરોડ નોંધાઈ છે. જે સિંગાપોર, યુએઈ અને સાઉદી અરબની જીડીપી કરતાં વધુ છે.