IACC અને નાસકોમ COE વચ્ચે સમજૂતિ કરાર
અમદાવાદ: ધ ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (આઈએસીસી) અને નાસકોમ સેન્ટર ઓફ એક્સેલન્સ (સીઓઈ) વચ્ચે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ઉભરતી ડિજીટલ ટેકનોલોજીસને અપનાવવાની ગતિને વેગ આપવા માટે શુક્રવારે સમજૂતિના કરાર (એમઓયુ) કરવામાં આવ્યા છે. આ સમજૂતિના કરારથી મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રને પોતાના પ્લાન્ટસમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સુધારવામાં સહાય થશે.
આઈએસીસીના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ પંકજ બોહરા અને નાસકોમ સીઓઈના સિનિયર ડિરેક્ટર અને સેન્ટર હેડ- અમિત સલુજાએ આ સમજૂતિના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
આ સમજૂતિના કરાર મુજબ નાસકોમ સીઓઈ, આઈએસીસીના મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રના સભ્યોને તેના સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ ફોરમમાં જોડાવાની તક પૂરી પાડશે. આ ફોરમનો ઉદ્દેશ મેન્યુફેક્ચરર્સને ઈન્ડસ્ટ્રી 4.0 સોલ્યુશન્સ અપનાવવાની શરૂઆત કરવામાં, તેનો વ્યાપ વધારવામાં અને જાળવી રાખવામાં સહયોગ પૂરો પાડશે. આઈએસીસીના સભ્યો પણ નાસકોમ સીઓઈ મારફતે કૌશલ્ય અને ક્ષમતા નિર્માણના લાભ મેળવવા માટે પાત્ર ગણાશે. નાસકોમ સીઓઈ ડિજીટલ જર્ની અને અને બ્રાન્ડીગ તથા બજાર સુધી પહોંચવામાં સક્રિય સહયોગ પૂરો પાડશે.