અમદાવાદ, 26 જુલાઇઃ આઈસ મેક રેફ્રિજરેશન લિમિટેડે અત્યાર સુધીનો એ INR 65.48 કરોડનો સૌથી મોટો વર્ક ઓર્ડર મેળવીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. પશ્ચિમ બંગાળમાં પશુધનના વિકાસ અને પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરતી સરકારી માલિકીની કોર્પોરેશન, પશ્ચિમ બંગાળ લાઈવસ્ટોક ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (WBLDCL) એ આઈસ મેક રેફ્રિજરેશન લિમિટેડને INR 65.48 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.

આ કોન્ટ્રાક્ટ હેઠળ, આઈસ મેક ડેરી પ્રોજેક્ટ માટે જવાબદાર રહેશે, જેમાં હરીંઘાટા ખાતે ટર્નકી ધોરણે 1.0 LLPD (1.5 LLPD સુધી વિસ્તરણની અપેક્ષા છે) માટે સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ વર્કની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગનો સમાવેશ થાય છે તેવું કંપનીના સીએમડી ચંદ્રકાંત પટેલે જણાવ્યું હતું.