IMD Forecast Monsoon 2023: આ વર્ષે 96 ટકા વરસાદની સંભાવના
ચોમાસા પહેલા હવામાન વિભાગનું પ્રથમ પૂર્વાનુમાન
હવામાન વિભાગે આગામી ચોમાસા 2023 અંગેનું પ્રથમ પૂર્વાનુમાન કર્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. ચોમાસામાં 96 ટકા વરસાદ થવાની સંભાવના છે.
અલ નીનોની અસર ચોમાસા દરમિયાન જોવા મળી શકે છે
આ આગાહી બાદ હવામાન વિભાગ મે મહિનામાં બીજો અંદાજ જારી કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલ નીનોની અસર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે. જોકે, અલ નીનોની વધુ અસર જોવા મળશે નહીં. હળવાથી સામાન્ય કરતાં વધુ ચોમાસાની 67% શક્યતા છે. ભારતમાં ચોમાસા અને અલ નીનો વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. ચોમાસાનું આગામી અપડેટ મેના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.
સ્કાઇમેટની આગાહીઃ સામાન્યથી ઓછો વરસાદ રહેશે
સોમવારે હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટે પણ પોતાનું પહેલું અનુમાન જાહેર કર્યુ છે કે આ વખતે વરસાદ સામાન્યથી ઓછો રહેશે. આ વખતે સામાન્ય વરસાદ થવાની માત્ર 25 ટકા જ સંભવના છે. 94 ટકા વરસાદ થવાનું અનુમાન છે. દુષ્કાળની પણ 20 ટકા સંભાવના છે.