અમદાવાદઃ GHCL ફાઉન્ડેશન ગીરના ખેડૂતો સાથે ગુજરાતમાં ગીર સોમનાથ (સુત્રાપાડા, તાલાલા અને વેરાવળ બ્લોક), કચ્છ (માંડવી બ્લોક) અને અમરેલી (રાજુલા, જાફરાબાદ, ખાંભા બ્લોક)માં કામ કરી રહ્યું છે. ફાઉન્ડેશન દ્વારા નાણાકીય અને તબીબી સહાય, ધાસચારા માટે બિયારણ અને વધુ સારા પશુપાલન માટે સંસાધનો પ્રદાન કરે છે. કચ્છમાં GHCL ફાઉન્ડેશને રૂ. 34 લાખની ફાળવણી પશુપાલન અને ખેતી કરતા નાના ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે કરી છે.

ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2014માં સુત્રાપાડામાં દુધાળા પશુઓ માટે 7 સારવાર કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રૂ.2,64,912નો ખર્ચ કર્યો હતો અને 12,060 પ્રાણીઓની સારવાર કરી હતી. નાણાકીય વર્ષ 2022-23 સુધીમાં, કેમ્પની સંખ્યા વધીને 244 થઈ છે, ખર્ચ લગભગ 80% વધીને રૂ . 71,76,511 અને 1,86,040 પશુઓને સારવાર આપવામાં આવી છે.

આ કેમ્પ દ્વારા, ફાઉન્ડેશન ખેડૂતોને મહત્તમ પ્રોત્સાહન  આપે છે અને તેમના નાણાકીય પ્રતિકૂળતાઓને દૂર કરવા માટે સહાય પૂરી પાડે છે. પશુ ચિકિત્સક નિષ્ણાતો ખેડૂતોને વિનામૂલ્યે માર્ગદર્શન અને દવાઓ આપે છે. લમ્પી સ્કીન ડિસીઝ જેવા વિવિધ રોગોના ફેલાવાને રોકવા માટે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને 2000 થી વધુ પશુઓને રસીકરણ કરવામાં આવ્યા હતા. ઘણા ખેડૂતો કપાસની કેક અને ચોખાના બ્રાનનો ઉપયોગ  પશુઓના ખોરાક તરીકે કરે છે જેના પરિણામે પ્રાણીઓમાં ઘણી ખામીઓ જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે, GHCL ફાઉન્ડેશન 23000 થી વધુ ખેડૂતોને અમૂલ, ગોદરેજ અને અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ દ્વારા ઉત્પાદિત સંતુલિત પોષક ફીડ્સ પ્રદાન કરે છે. ચારાનાં બિયારણ પૂરાં પાડવા માટે અત્યાર સુધીમાં 23,28,871 રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં 15 ગામોમાં 661.96 મેટ્રિક ટન ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનો 2000 ફાયદો ખેડૂતો અને 10,225 પશુઓને થયો છે.

પ્રાણીઓમાં વંધ્યત્વની સારવાર માટે, કૃત્રિમ બીજદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શરૂઆતમાં, ગીર ગાય અને જાફરાબાદી ભેંસોની જાતિ સુધારણા પ્રવૃતિઓ BAIF ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. 2012 માં 1012 પ્રાણીઓથી શરૂ કરીને, ફાઉન્ડેશને પછી ના વર્ષોમાં લગભગ 14,000 પ્રાણીઓનું ગર્ભાધાન કર્યું છે. ભાવનગરમાં GHCLના લિગ્નાઈટ વિભાગમાં, 145 ખેડૂતોને ઘાસચારાના બિયારણ અને 736 ખેડૂતોને પૂરક પોષણ આપવા માટે રૂ.4.4 લાખનું રોકાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 250 થી વધુ ખેડૂતો અને 3000 જેટલા પશુઓને લાભ આપતા 8 પશુ સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

GHCL ફાઉન્ડેશન નાના ખેડૂતો માટે નાણાકીય જરૂરિયાતના 90 થી 100% સુધીની સહાય પૂરી પાડે છે. આમાંના ઘણા ખેડૂતોમાં સ્વ-સહાય જૂથોની (સેલ્ફ હેલ્પ ગ્રુપ) મહિલાઓનો સમાવેશ થાય છે.