ઇન્ડિયા એક્ઝિમ બેન્કે તેનાં ESG ફ્રેમવર્ક હેઠળ 144A/Reg-S ફોર્મેટમાં તેનાં પ્રથમ એક અબજ ડોલરનાં 10 વર્ષીય સસ્ટેનેબિલિટી બોન્ડ જારી કર્યા હતા

આ ઇશ્યુ સાથે ઇન્ડિયા એક્ઝિમ બેન્ક વર્ષ 2023માં ડોલર અને સસ્ટેનિબિલિટી બોન્ડ ઇશ્યુઅન્સિસ માટે બજાર ખુલ્લું મૂકનાર પ્રથમ ભારતીય ઇશ્યુઅર બની

બાર્કલેઝ, બેન્ક ઓફ અમેરિકા, સિટીગ્રૂપ, એચએસબીસી, જેપી મોર્ગન, MUFG અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ઓફરિંગનાં જોઇન્ટ લીડ મેનેજર્સ અને બુક રનર્સ

મુંબઇ, 3 માર્ચ: ઇન્ડિયા એક્ઝિમ બેન્કનાં એન્વાયર્નમેન્ટ સોશિયલ ગવર્નન્સ (ESG) ફ્રેમવર્ક હેઠળનાં પ્રથમ એક અબજ ડોલરનાં 10 વર્ષનાં સસ્ટેનેબલ બોન્ડનું લિસ્ટિંગ ઇન્ડિયા INX, ગિફ્ટી IFSC ખાતે  રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળનાં ફાઇનાન્સિયલ સર્વિસિસ વિભાગના સેક્રેટરી ડો. વિવેક જોષી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી IFSCAના ચેરપર્સન ઇન્જેતી શ્રીનિવાસ ઉપસ્થિત રહ્યા હતા. બેન્કનાં મેનેજિંગ ડિરેક્ટર હર્ષા બંગારી અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરુણ શર્માનાં હસ્તે લિસ્ટિંગ કરાયું હતું. 10 જાન્યુઆરી, 2023નાં રોજ ઇન્ડિયા એક્ઝિમ બેન્કે તેનાં ESG ફ્રેમવર્ક હેઠળ 144A/Reg-S ફોર્મેટમાં તેનાં પ્રથમ એક અબજ ડોલરનાં 10 વર્ષીય સસ્ટેનેબિલિટી બોન્ડ જારી કર્યા હતા. ઇન્ડિયા એક્ઝિમ બેન્કે ઇન્ટ્રા ડે એક્ઝિક્યુશન તથા 30 બીપીએસનાં ઇનિશિયલ પ્રાઇસ ગાઇડન્સ ટાઇટનિંગ કર્યું હતું, જે અંતે CT10+190  બીપીએસ થયું હતું અને કર્વ પર ફેર વેલ્યુ પોઇન્ટ પર હતું.

નાણા મંત્રાલય હેઠળનાં ફાઇનાન્સિયલ સર્વિસિસ વિભાગના સેક્રેટરી ડો. વિવેક જોષીએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા એક્ઝિમ બેન્કનાં સર્વ પ્રથમ એક અબજ ડોલરનાં 10 વર્ષીય સસ્ટેનેબિલિટી બોન્ડનું લિસ્ટિંગ પોતે જ ભારતનાં ક્લાઇમેટ એક્શન ગોલ્સમાં ઇન્ડિયા INX  અને GIFT-IFSCની ભૂમિકાને મજબૂત કરવાની અમારી પ્રતિબધ્ધતાની દિશામાં પ્રમાણ છે. IFSCAના ચેરપર્સન ઇન્જેતી શ્રીનિવાસે જણાવ્યું હતું કે, ઇન્ડિયા એક્ઝિમ બેન્ક દ્વારા એકત્ર કરવામાં આવેલી મૂડીનો ઉપયોગ અન્ય બાબતો ઉપરાંત વિકાસશીલ દેશોમાં ગ્રીન અને સોશિયલ પ્રોજેક્ટ્સ માટે ધિરાણ આપવા કરવામાં આવશે. ઇન્ડિયા એક્ઝિમ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર હર્ષા બંગારીએ જણાવ્યું હતું કે, બાર્કલેઝ, બેન્ક ઓફ અમેરિકા, સિટીગ્રૂપ, એચએસબીસી, જેપી મોર્ગન, MUFG અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ઓફરિંગનાં જોઇન્ટ લીડ મેનેજર્સ અને બુક રનર્સ તરીકે કામ કર્યું હતું. S&P એ ઇન્ડિયા એક્ઝિમ બેન્કને ભારત સરકારની જેમ જ ‘BBB- (સ્ટેબલ) અને ફિચ દ્વારા ‘BBB- (સ્થિર)’ રેટિંગ આપ્યું છે.