અમદાવાદ, 15 ડિસેમ્બર: ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ) દ્વારા 18 એજન્સી શાખાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ, AgencyNirmaanની છત્રછાયા હેઠળ, સમગ્ર ભારતમાં કંપનીની ઉપસ્થિતિને વધારશે, જેનાથી તે દેશના વધુ સમુદાયોને વ્યાપક જીવન વીમા ઉકેલો પ્રદાન કરવા માટે વધુ નજીક આવશે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફના મેનેજિંગ ડિરેક્ટર અને CEO ઋષભ ગાંધીએ જણાવ્યું, અમે આગામી બેથી ત્રણ વર્ષમાં સમગ્ર દેશમાં ~100 એજન્સીની શાખાઓ સ્થાપવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.


ઈન્ડિયાફર્સ્ટ લાઇફની એજન્સી ચેનલના અધ્યક્ષ સુમિત સાહનીએ જણાવ્યું, અમારી નવી એજન્સી શાખાઓ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપવાની સાથે જ નોંધપાત્ર રોજગારીની તકો પણ ઊભી કરશે. નવી સ્થપાયેલી એજન્સી શાખાઓ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને વ્યક્તિગત વીમા ઉકેલો ઓફર કરતા વ્યાવસાયિકોનો સ્ટાફ ધરાવે છે. આ શાખાઓના માધ્યમથી, ઈન્ડિયાફર્સ્ટ લાઈફ સમુદાય સુધી પહોંચ વધારવા માટે વીમા અને નાણાકીય આયોજનના મહત્વ પર ભાર મૂકશે, જેથી નિયમનકારના “2047 સુધીમાં બધા માટે વીમો” ના ધ્યેયમાં વધુ યોગદાન આપી શકાય.મજબૂત નેટવર્ક, અભિનવ ઉત્પાદનો અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઉદ્યોગમાં એક અલગ છાપ ઊભી કરવા  માટે સારી રીતે સજ્જ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)