બેંગલુરુ, 25 જુલાઇઃ આ વર્ષે 11 અને 12 જુલાઇનાં રોજ યોજાયેલા પ્રાઇમ ડે દરમિયાન એમેઝોન ગ્લોબલ સેલિંગ પર ભારતીય નિકાસકારોના બિઝનેસમાં આશરે 70 ટકા વૃધ્ધિ નોંધાવી હતી અને બે દિવસની સેલ ઇવેન્ટમાં ભારતીય નિકાસકારોએ વિશ્વભરમાં લાખો ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ્સની નિકાસ કરી હતી, જેમાં બ્યુટી સેગમેન્ટમાં 125 ટકા, એપેરેલમાં 122 ટકા, હોમ સેગમેન્ટમાં 81 ટકા, ફર્નિચર સેગમેન્ટમાં 75 ટકા, કિચન સેગમેન્ટમાં 52 ટકા વર્ષ પ્રતિ વર્ષ વૃદ્ધિ નોંધાવી હતી. વૈશ્વિક સ્તરે એમેઝોન પર ભારતીય નિકાસકારોની સફળતા સૂચવે છે કે દેશભરમાં માઇક્રો, સ્મોલ અને મિડીયમ એન્ટરપ્રાઇઝ (MSMEs) અને સ્ટાર્ટ-અપ્સમાં ઇ કોમર્સ નિકાસની સ્વીકાર્યતા વધી રહી છે. પ્રાઇમ ડે 2023માં ભાગ લેનારી કેટલીક વૈશ્વિક લોકપ્રિય ભારતીય બ્રાન્ડ્સમાં હોમસ્પન ગ્લોબલ, કેલિફોર્નિયા ડિઝાઇન ડેન, ગ્લેમબર્ગ, ઇન્ડો કાઉન્ટ્સ, સ્કિલમેટિક્સ, હિમાલયાનો સમાવેશ થાય છે.

Ola S1 Airનું વેચાણ 28 જુલાઈથી શરૂ થશે, જાણો કિંમત અને ફીચર્સ

એમેઝોન ઇન્ડિયાના ડિરેક્ટર ગ્લોબલ ટ્રેડ ભુપેન વાકણકરે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે એમેઝોન પ્રાઇમના 20 કરોડથી વધારે સભ્યો છે ત્યારે એમેઝોન ગ્લોબલ સેલિંગ પર ભારતીય નિકાસકારો માટે પ્રાઇમ ડે હંમેશા બિઝનેસ વધારવા માટેનો મહત્વનો સમય હોય છે. આ વર્ષે દેશભરનાં હજારો નિકાસકારો વિશ્વભરનાં ગ્રાહકો સમક્ષ ભારતમાં બનેલી લાખો પ્રોડક્ટ્સ લઇ ગયા હતા. સમગ્ર વિશ્વમાં હવે વધુને વધુ લોકો ઇ-કોમર્સ પર આધાર રાખતા હોવાથી અમે માનીએ છીએ કે એમેઝોન ગ્લોબલ સેલિંગથી તમામ પ્રકારનાં વિક્રેતાઓને તેમનાં વેપારની નિકાસ કરવામાં વેગ મળશે.”

6 ગણો ગ્રોથ કર્યો: લિનનવાલાસના સ્થાપક મધુર સિંઘલે જણાવ્યું હતું કે, “પ્રાઇમ ડે 2023 અમારા માટે અત્યાર સુધીની શ્રેષ્ઠ ઇવેન્ટ સાબિત થઈ છે અને અમે સામાન્ય દિવસમાં થતા બિઝનેસની સરખામણીમાં 6 ગણી વૃધ્ધિ હાંસલ કરી છે. અમારી સફળતા વ્યૂહાત્મક પ્રોડક્ટ લોન્ચ માટેનું એડવાન્સ પ્લાનિંગ, સોદામાં સક્રિય ભાગીદારી, અમારા માર્કેટિંગ પ્રયત્નોમાં વધારો અને ચોક્સાઈપૂર્વકનાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવાનું પરિણામ છે.”

આ દેશોમાં કરી નિકાસ: વિવિધ કેટેગરીમાં ભારતીય નિકાસકારોએ નિકાસ કરેલી શ્રેણીબદ્ધ પ્રોડક્ટ્સની ખરીદી નોર્થ અમેરિકા, યુરોપ, મધ્યપૂર્વ, જાપાન જેવાં બજારોમાં કરવામાં આવી હતી. સૌથી વધુ વૃધ્ધિ બ્યુટી, એપેરેલ, હોમ, કિચન, ફર્નિચર, ટોય સહિતની કેટેગરીમાં નોંધાઈ હતી. પ્રાઇમ ડેનાં રોજ ભારતીય નિકાસકારોનાં બિઝનેસની વૃધ્ધિની આગેવાની યુએસ, યુકે અને મિડલ ઇસ્ટનાં દેશોએ લીધી હતી.જાપાન ઊચ્ચ વૃધ્ધિ હાંસલ કરનાર નવા ડેસ્ટીનેશન તરીકે ઊભરી આવ્યું હતું, જ્યાં વિક્રેતાઓએ 55 ટકા YOY વૃધ્ધિ હાંસલ કરી હતી.