ભારતનું ઇ-કોમર્સ માર્કેટ 2022માં 83 અબજ ડોલરથી વધી 2026માં 150 અબજ ડોલર થશે

નવી દિલ્હી, 23 માર્ચ: રોકડ વપરાશ 2019માં પીઓએસ ટ્રાન્ઝેક્શન વેલ્યુનાં 71 ટકાથી ઘટીને 2022માં માત્ર 27 ટકા થતાં ભારત પેમેન્ટ્ ક્ષેત્રે ગ્લોબલ લીડર તરીકે ઊભર્યું છે. ઇ-કોમર્સ એકાઉન્ટ-ટુ-એકાઉન્ટ (A2A) પેમેન્ટ્સ 2021ની સરખામણીમાં 53 ટકા વધીને 12 અબજ ડોલર થયું છે, જ્યારે ડિજિટલ વોલેટ્સની વૃધ્ધિ પીઓએસ મૂલ્યનાં પાંચ ટકાથી વધીને 35 ટકા થઈ છે એમ ગ્લોબલ ફાઇનાન્સિયલ ટેકનોલોજી લીડર FIS દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 2022માં લગભગ 70 રિયલ-ટાઇમ પેમેન્ટ સ્કીમ્સ હતી, જે હાઇ સ્પીડ પેમેન્ટ રેલ પૂરાં પાડતી હતી. આને કારણે ગ્લોબલ ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં A2A પેમેન્ટ્સ 525 અબજ ડોલર થયું, જે 2021નાં 463 અબજ ડોલર કરતાં 13 ટકા વધુ છે. 2026 સુધીમાં કુલ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં રોકડનું પ્રમાણ 34 ટકા ઘટવાની અને ડિજિટલ વોલેટ્સનાં પ્રમાણમાં 88 ટકા વધારો થવાની સંભાવના છે.
યુપીઆઇ ભારતનું અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ બની ગયું છે, જે માર્ચ 2020થી ઓગસ્ટ 2022 દરમિયાન ટ્રાન્ઝેક્શન વોલ્યુમનાં સંદર્ભમાં 427 ટકાનાં તોતિંગ વધારાને કારણે A2A પેમેન્ટ્સ 2021ની સરખાણીમાં 2022માં 53 ટકા વધ્યું હતું. જાન્યુઆરી 2023માં યુપીઆઇ પર લાઇવ બેન્કોની સંખ્યા વધીને 385 થઈ હતી. વર્ષ 2026 સુધીમાં A2A ટ્રાન્ઝેક્શન વેલ્યુ 195 ટકા વધીને 36 અબજ ડોલર થવાની ધારણા છે.
ભારતમાં પેમેન્ટનાં ટ્રેન્ડ્સઃ

ઇ-કોમર્સ પેમેન્ટ મેથડ્સમાં એકાઉન્ટ-ટુ-એકાઉન્ટ (A2A) પેમેન્ટ્સનો હિસ્સો 2022માં 15 ટકાથી વધીને 2026માં 24 ટકા થવાનો અંદાજ.
થોડાં વર્ષ પહેલાં રોકડનું પ્રભુત્વ હતું. 2019માં પીઓએસ ટ્રાન્ઝેક્શન્સમાં રોકડનું પ્રમાણ 71 ટકા હતું, પણ 2022 સુધીમાં રોકડનું પ્રમાણ ઘટીને પીઓએસ વેલ્યુનાં માત્ર 27 ટકા થઈ ગયું.
2026 સુધીમાં રોકડનું પ્રમાણ હજુ ઘટવાનો અંદાજ, પીઓએસ વેલ્યુનાં માત્ર 14 ટકા થશે.
2022માં ભારતમાં ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં ડિજિટલ વોલેટ્સનો હિસ્સો 50 ટકા અને પીઓએસ ટ્રાન્ઝેક્શનમાં 35 ટકા હતો.
ભારતનું ઇ-કોમર્સ માર્કેટ 2022માં 83 અબજ ડોલરથી વધીને 2026માં 150 અબજ ડોલર થવાની ધારણા.