અમદાવાદ: ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન (“IMC” અથવા “કોર્પોરેશન”)ની સ્થાપના 1956માં મધ્યપ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1956 હેઠળ કરવામાં આવી હતી જેમણે રેટિંગ અપાયેલ, લિસ્ટિંગ થયેલ, કરવેરાપાત્ર, સુરક્ષિત, રીડિમ કરવાપાત્ર, નોન-ટ્રાન્સફરેબલ એવા પ્રત્યેક રૂ. 1000ની ફેસવેલ્યૂ (જેમાં ચાલ અલગ અલગ ટ્રાન્સફરેબલ અને રીડિમ કરવાપાત્ર મુદ્દલ ભાગ (“STRPP”) છે તેના નામ Rs 250/-ની ફેસવેલ્યૂનો 1 STRPP A, Rs 250/-ની ફેસવેલ્યૂનો 1 STRPP B, Rs 250/-ની ફેસવેલ્યૂનો 1 STRPP C અને Rs 250/-ની ફેસવેલ્યૂનો 1 STRPP D છે) ગ્રીન મ્યુનિસિપલ બોન્ડના પબ્લિક ઇશ્યુ માટે ઓફર દસ્તાવેજ ફાઇલ કર્યો છે. આ ઇશ્યુ 10 ફેબ્રુઆરી 2023ના રોજ ખુલે છે અને 14 ફેબ્રુઆરી 2023ના રોજ બંધ થાય છે.

ગ્રીન બોન્ડ ઇશ્યુ અર્ધવાર્ષિક ધોરણે ચુકવવા પાત્ર વાર્ષિક 8.25%નો કૂપન દર અને વાર્ષિક 8.42% સુધીનું અસરકારક યીલ્ડ આપે છે. NCDનું નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”) (“સ્ટોક એક્સચેન્જ”) પર લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે જેમાં આ ઇશ્યુ માટે NSE નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે છે. ગ્રીન બોન્ડને CARE રેટિંગ લિમિટેડ દ્વારા ‘CARE AA: સ્થિર’ અને ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ‘IND AA+/સ્થિર’ રેટિંગ આપવામાં આવ્યું છે.

ગ્રીન બોન્ડની મુદત 3 વર્ષ (STRPP A), 5 વર્ષ (STRPP B), 7 વર્ષ (STRPP C) અને 9 વર્ષ (STRPP D) છે. 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષની મુદત માટે કેટેગરી I (QIB), કેટેગરી II (કોર્પોરેટ), કેટેગરી III (HNI) અને કેટેગરી IV (રિટેઇલ વ્યક્તિઓ) NCD ધારકો માટે અસરકારક યીલ્ડ (વાર્ષિક) 8.41% છે અને 9 વર્ષની મુદત સાથે STRPP D માટે 8.42% છે. વ્યાજની ચુકવણી વિવિધ માધ્યમો જેમ કે, ડાયરેક્ટ ક્રેડિટ, NACH, RTGS, NEFT અને રજિસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટ દ્વારા કરવામાં આવશે.

આ ઇશ્યુથી પ્રાપ્ત થનારી ચોખ્ખી રકમનો ઉપયોગ મધ્યપ્રદેશના ખરગાંવ જિલ્લામાં સામરાજ અને અશુખેડી ગામ ખાતે 60 MWની ક્ષમતાનો જમીન પર લગાવેલો કેપ્ટિવ સોલર PV પાવર પ્લાન્ટ (“પ્રોજેક્ટ”) સ્થાપિત કરવા માટે ખર્ચવાનો પ્રસ્તાવ છે.

ઇશ્યુના લીડ મેનેજરો એ.કે. કેપિટલ સર્વિસિસ લિમિટેડ અને SBI કેપિટલ અને વિસ્ત્રા ITCL (ઇન્ડિયા) લિમિટેડ ટ્રસ્ટી તરીકે છે. ઇશ્યુના રજિસ્ટ્રાર KFin ટેકનોલોજીસ લિમિટેડ છે.