સેન્સેક્સમાં 378 પોઇન્ટની રાહત રેલી, નિફ્ટી પણ 17800 પોઇન્ટની સપાટી ક્રોસ
આરબીઆઇએ રેપોરેટમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યા બાદ માર્કેટમાં જોવાયેલી રાહત રેલી
અમદાવાદઃ રિઝર્વ બેન્કે રેપોરેટમાં વધારો જાહેર કર્યા બાદ ભારતીય શેરબજારોમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 377.75 પોઇન્ટ અને નિફ્ટી 150.20 પોઇન્ટ સુધર્યા હતા. સાથે આઇટી, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ અને પાવર શેર્સમાં પણ સુધારાનું વાતાવરણ સર્જાયું હતું. RBIએ અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટ્સનો હળવો વધારો કર્યા બાદ સવારથી જ પોઝિટિવ ખુલેલા બજારમાં દિવસભર લેવાલી જળવાઈ રહી હતી. આજે આઈટી, ટેકનો, ફાઈનાન્શિયલ, ફાર્મા અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. BSE સેન્સેક્સ ઉપરમાં 60,792.10 અને નીચામાં 60,324.92 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 377.75 પોઈન્ટ્સ અથવા 0.63 ટકા વધીને 60,663.59 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 17,898.70 અને નીચામાં 17,744.15 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 150.20 પોઈન્ટ્સ અથવા 0.85 ટકા ઉછળીને 17,871.70 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. ટેલિકોમ, કેપિટલ ગૂડ્ઝ અને પાવર શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે આઈટી, ટેકનો, ફાર્મા, ફાઈનાન્શિયલ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.00 ટકા અને 0.76 ટકા વધીને બંધ રહ્યા હતા.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્ટિમેન્ટ સ્ટોક સ્પેસિફિક
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
સેન્સેક્સ | 30 | 25 | 5 |
બીએસઇ | 3631 | 1914 | 1587 |
BSE સેન્સેક્સ પેકમાં આજે બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ 3.14 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અલ્ટ્રાકેમ્કો, રિલાયન્સ, વિપ્રો, ઈન્ફોસિસ, એચસીએલ ટેકનો, ટીસીએસ, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, ટાઈટન અને એસબીઆઈનો સમાવેશ થાય છે. BSE સેન્સેક્સ પેકમાં આજે લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં સૌથી વધુ 1.62 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, કોટક બેન્ક અને હિન્દુસ્તાન યૂનિલિવરનો સમાવેશ થાય છે.
BSE: GAINERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Ch. |
SURYAROSNI | 662.10 | +41.30 | +6.65 |
ADANIENT | 2,158.65 | +356.15 | +19.76 |
SYMPHONY | 1,047.30 | +81.75 | +8.47 |
JPASSOCIAT | 9.58 | +0.65 | +7.28 |
ADANIPORTS | 599.45 | +46.15 | +8.34 |
BSE: LOSERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Change |
LLOYDSME | 279.70 | -11.30 | -3.88 |
TTML | 71.30 | -3.30 | -4.42 |
ONMOBILE | 81.40 | -2.90 | -3.44 |
MOLDTKPAC | 913.35 | -44.40 | -4.64 |
WARDINMOBI | 59.25 | -3.40 | -5.43 |