અમદાવાદ, 13 એપ્રિલઃ ઇન્ફોસિસસે માર્ચ-23ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 16 ટકા ઘટી રૂ. 6128 કરોડ નોંધાવ્યો છે. જે ક્વાર્ટર ટૂ ક્વાર્ટર ધોરણે પણ 2.2 ટકાનો ઘટાડો દર્શાવે છે.  કંપનીની ત્રિમાસિક આવકો રૂ. 37441 કરોડ નોંધાઇ છે. જે ત્રિમાસિક ધોરણે 3.2 ટકા અને વાર્ષિક ધોરણે 8.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. કંપનીના ઓપરેટિંગ માર્જિન્સ 21 ટકા નોંધાયા છે.

શેરદીઠ રૂ. 17.50 અંતિમ ડિવિડન્ડની જાહેરાત

કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે શેરદીઠ રૂ. 17.50ના અંતિમ ડિવિડન્ડને મંજૂરી આપી છે. કંપનીએ ડિવિડન્ડની ચુકવણી માટે 2 જૂનની રેકોર્ડ તારીખ નક્કી કરી છે. AGM અને અંતિમ ડિવિડન્ડની ચુકવણી માટેની રેકોર્ડ તારીખ 2 જૂન, 2023 નક્કી કરવામાં આવી છે. ડિવિડન્ડ 3 જુલાઈએ ચૂકવવામાં આવશે.

ઈન્ફોસિસના ત્રિમાસિક પરિણામ એક નજરે

ParticularsMar 31, 2023Mar 31, 2022Growth %Q4 23 over Q4 22Dec 31, 2022 Growth % Q4 23 over Q3 23
Revenues37,44132,27616.038,318(2.3)
Gross Profit11,43010,00414.311,757(2.8)
Net Profit6,128 5,6867.86,586(7.0) 
Basic EPS (Rs.)14.7913.569.015.72(5.9)
Diluted EPS (Rs.)14.7713.549.115.70(5.9)
Dividend (Rs.)17.5016.009.4

(આંકડા રૂ. કરોડમાં, સ્રોતઃ બીએસઇ વેબસાઇટ)

ઇન્ફોસિસના વાર્ષિક પરિણામ એક નજરે

ParticularsMar 31, 2023Mar 31, 2022Growth %
Revenues146,767121,64120.7
Gross Profit44,41439,64312.0
Net Profit24,09522,1109.0
Basic EPS (રૂ.)57.6352.529.7

(આંકડા રૂ. કરોડમાં, સ્રોતઃ બીએસઇ વેબસાઇટ)

2023-24 માટે  વેચાણમાં 4-7 ટકાનો વૃદ્ધિનો અંદાજ

કંપનીએ નાણાકીય વર્ષ 2023-24માં કોન્સ્ટન્ટ કરન્સી ટર્મમાં વેચાણમાં 4-7 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. તે ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીના અન્ય દેશો સાથે સંબંધિત બિઝનેસ સંબંધિત પડકારો દર્શાવે છે. કંપનીએ કહ્યું છે કે ઓપરેટિંગ માર્જિન 20-22 ટકાની રેન્જમાં હોઈ શકે છે.

કંપનીના શેરમાં 3.14 ટકાનું ગાબડું નોંધાયું

ગુરુવારે કંપનીનો શેર 3.14 ટકાના ઘટાડા સાથે રૂ. 1383.40 પર બંધ થયો હતો. પાછલા સત્રમાં આ શેર રૂ. 1428.30ના સ્તરે બંધ રહ્યો હતો. આ સ્ટૉકની 52 સપ્તાહની ઊંચી સપાટી 1757.50 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહની નીચી સપાટી રૂ. 1355 છે.

માર્ચ ક્વાર્ટરમાં, ઇન્ફોસિસે $2.1 અબજના TCV ડીલ મેળવી હતી. જ્યારે FY23 માટે, કુલ $9.8 અબજની ડીલ કરી હતી. ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખે જણાવ્યું હતું કે, પર્યાવરણ બદલાયું હોવાથી, અમે કાર્યક્ષમતા, ખર્ચ અને એકત્રીકરણની તકો માટે અમારા ક્લાયન્ટ્સ તરફથી મજબૂત રસ જોઈ રહ્યા છીએ, જેના પરિણામે એક મજબૂત મોટી ડીલ પાઇપલાઇનમાં છે.

સેગમેન્ટ આધારિત આવકો એક નજરે

કમ્યુનિકેશન વર્ટિકલમાંઆવકો 2 ટકાથી વધુ ઘટી હતી. મેન્યુફેક્ચરિંગ વર્ટિકલમાં 22%નો મજબૂત ગ્રોથ જોવા મળ્યો હતો. એનર્જી અને લાઈફ સાયન્સમાં 14 ટકા જ્યારે રિટેલ સેક્ટરમાં 10 ટકાનો ગ્રોથ નોંધાયો હતો.