અમદાવાદઃ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (GOLD ETFs) ધીરે ધીરે રોકાણકારોનો રસ ગુમાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં શેર્સ, ડિબેન્ચર્સ સહિતના ઇન્વેસ્ટેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સની સરખામણીમાં સારું રિટર્ન આપતાં હોવા છતાં મૂડીરોકાણના મુદ્દે GOLD ETFsની ચમક ઝાંખી પડી રહી છે. 2022ના કેલેન્ડર વર્ષની શરૂઆતનથી મન્થલી નેટ ઇન્ફ્લો (ઇન્વેસ્ટમેન્ટ)ના આંકડાઓ દર્શઆવે છે કે, એપ્રિલ-22માંજ રોકાણનો આંકડો રૂ. 1100 કરોડની સપાટીએ સ્પર્શી શક્યો છે. બાકી સતત રોકાણમાં ઘટાડો નોંધાયો છે. એસેટ ક્લાસમાંથી સોનું ધીરે ધીરે દૂર થઇ રહ્યું છે. ખાસ કરીને યંગ જનરેશન હવે વધુ રિટર્ન ઓફર કરતાં ઇન્વેસ્ટમેન્ટ સોર્સિસ જાણતાં થયા છે. રિસર્ચ આનુસાર વાર્ષિક ધોરણે GOLD ETFs 5.5 ટકા રિટર્ન ઓફર કરી રહ્યા છે. પરંતુ ફિજિકલ ગોલ્ડની ડિમાન્ડ હવે સાવ ખપ પૂરતી જ રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ પણ એ વાતને પુષ્ટિ આપે છે છે કે, પ્રિ- પેન્ડેમિક લેવલ આસપાસ ગોલ્ડ ડિમાન્ડ પહોંચી છે. પરંતુ તે ત્રીજા ક્વાર્ટર દરમિયાન 101.7 ટકાની રહી હતી.

GOLD ETFsમાં ડિમાન્ડ એટ એ ગ્લાન્સ

મહિનોનેટ ફ્લો*એયુએમ*
જાન્યુઆરી-45217840
ફેબ્રુઆરી-24818728
માર્ચ20519783
એપ્રિલ110020430
મે20320262
જૂન13520249
જુલાઇ-45720038
ઓગસ્ટ-3819832
સપ્ટેમ્બર33019861
ઓક્ટોબર14719882

(*આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે)