અમદાવાદઃ ગત સપ્તાહના છેલ્લા દિવસે નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ અને ગેપઅપ ક્લોઝિંગ આપીને માર્કેટને સુખદ આંચકો આપ્યો છે. માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને પોઝિટિવ રહેવા સાથે માર્કેટનો અંડરટોન સોમવાર માટે પણ પોઝિટિવ રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો મોટાભાગના ટાઇમફ્રેમ ચાર્ટ્સ ઉપર ઇન્ડિકેટર્સ સુધારાનો સંકેત આપે છે. જેમાં નિફ્ટી 18600 પોઇન્ટ સુધી સુધરવાના ચાન્સિસ છે. પોલારિટી પ્રિન્સિપલ્સ અનુસાર હવે નિફ્ટી માટે 18175- 18210 પોઇન્ટની સપાટી રોક બોટમ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTY18350BANK NIFTY42317INFOCUS
S-118285S-141922INDUS TOWER
S-218221S-241706CIPLA
R-118388R-142349LT
R-218427R-242561 PEL

BANK NIFTY OUTLOOK: SUPPORT 41922- 41706, RESISTANCE 42349- 42561

શુક્રવારનો ટ્રેન્ડ દર્શાવે છે કે, બેન્ક નિફ્ટી તમામ ઇન્ડાઇસિસને લિડ કરવા સાથે સુધારાની ચાલ જાળવી રાખે તેવી શક્યતા છે. પરંતુ 41900નું લેવલ જળવાઇ રહે તે જરૂરી છે. ઉપરમાં 42347 પછી એકાદ કરેક્શન પછી જોવા મળે તેવી શક્યતા જોઇ રહ્યા છીએ. નીચામાં 41922- 41760 મહત્વની ટેકાની સપાટી અને ઉપરમાં 42349-42561 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ જણાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)