અમદાવાદ, 21 ડિસેમ્બરઃ આઈપીઓની વણઝારમાં આજે 1658.37 કરોડના 3 આઈપીઓ બંધ થવા જઈ રહ્યા છે. જેમાં આરબીઝેડ જ્વેલર્સ, હેપ્પી ફોર્જિંગ, અને ક્રેડો બ્રાન્ડ્સ સામેલ છે. ગ્રે માર્કેટમાં આરબીઝેડ જ્વેલર્સ સિવાય અન્ય બેમાં આકર્ષક પ્રીમિયમ જોવા મળ્યા છે.

આરબીઝેડ જ્વેલર્સનો ઈશ્યૂ અત્યારસુધીમાં કુલ 13.42 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 6.80 ગણો, એનઆઈઆઈ 7.06 ગણો અને રિટેલ 21.53 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. જો કે, ગ્રે માર્કેટમાં તેના પર કોઈ પ્રીમિયમ બોલાઈ રહ્યા નથી.

બીજી બાજુ હેપ્પી ફોર્જિંગ આઈપીઓ માટે ક્યુઆઈબીએ સૌથી વધુ 102.34 ગણા બીડ ભર્યા છે. એનઆઈઆઈ 55.25 ગણો અને રિટેલ 13.37 ગણો ભરાયો છે. આ સાથે કુલ 47.76 ગણી એપ્લિકેશન્સ ભરાઈ છે. ગ્રે માર્કેટમાં Happy Forging IPO માટે રૂ. 420 પ્રીમિયમ જોવા મળ્યા છે. જે 49 ટકા લિસ્ટિંગ ગેઈનનો અંદાજ આપે છે.

આઈપીઓ એટ અ ગ્લાન્સ

આઈપીઓઈશ્યૂ પ્રાઈસઈશ્યૂ સાઈઝમાર્કેટ લોટગ્રે પ્રીમિયમ
Happy Forging8501008.49 કરોડ17 શેર્સરૂ. 420
Credo Brands280549.78 કરોડ53 શેર્સરૂ. 125
RBZ Jewellers100100 કરોડ100 શેર્સ

Credo Brands IPO માટે ગ્રે માર્કેટમાં રૂ. 125 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 280ની તુલનાએ 45 ટકા વધુ છે. મુફ્તી બ્રાન્ડની કંપની ક્રેડો બ્રાન્ડ્સ લિ.નો ઈશ્યૂ અત્યારસુધીમાં કુલ 27 ગણો ભરાયો છે. જેમાં ક્યુઆઈબી 33.95 ગણો, એનઆઈઆઈ 42.30 ગણો અને રિટેલ 16.47 ગણા સબ્સ્ક્રિપ્શન નોંધાયા છે.

શેરબજાર માટે આ સપ્તાહની શરૂઆત ધીમી રહી છે. છેલ્લા બે દિવસથી મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જેના માટે જવાબદાર પરિબળો પૈકી એક કારણ આઈપીઓનુ ઘોડાપુર પણ છે. ડિસેમ્બરમાં અત્યારસુધીમાં કુલ 11 આઈપીઓ આવી ચૂક્યા છે. જેમાં 3 ઈશ્યૂ Motisons Jewellers Ltd., Muthoot Microfin Ltd., Suraj Estate Developers Ltd.ના શેર એલોટમેન્ટ આજ સાંજ સુધીમાં થશે. અને લિસ્ટિંગ 26 ડિસેમ્બરે થશે. જ્યારે આઝાદ એન્જિનિયરિંગનો ઈશ્યૂ આવતીકાલે અને ઈનોવા કેપટેબ લિ.નો આઈપીઓ 26 ડિસેમ્બરે બંધ થશે.