અમદાવાદ, 21 ડિસેમ્બરઃ શેરબજારની તેજીમાં આ વર્ષે પીએસયુ સ્ટોક્સમાં આકર્ષક સુધારો જોવા મળ્યો છે. જેમાં મઝાગોન ડોકે ચાલુ કેલેન્ડર વર્ષમાં ગઈકાલના બંધ સામે 157.81 ટકા રિટર્ન આપ્યું છે. આજે શેર વધુ 3.5 ટકા ઉછળ્યો હતો. જેની પાછળનું કારણ સંરક્ષણ મંત્રાલય સાથે છ નેક્સ્ટ-જનરેશન ઓફશોર પેટ્રોલ વેસેલ્સ (એનજીઓપીવી)ના નિર્માણ અને ડિલિવરી માટે એક્વિઝિશન વિંગ સાથે કરાર પર હસ્તાક્ષર છે.

મઝાગોન ડોક શિપબિલ્ડર્સ BSE પર રૂ. 72.50 અથવા 4.82 ટકા વધીને રૂ. 2144.90ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જે 12.13 વાગ્યે 3.16 ટકા ઉછાળા સાથે 2111 પર કારોબાર થઈ રહ્યો હતો.  

પ્રથમ જહાજ સંરક્ષણ મંત્રાલય દ્વારા એડવાન્સ પેમેન્ટ રિલીઝ થયાની તારીખથી 41 મહિનામાં અને ત્યારપછીના જહાજો પાંચ મહિનાના અંતરાલમાં પહોંચાડવામાં આવશે. 15 ડિસેમ્બરના રોજ, એક નિયમનકારી ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે તેણે 7,500 DWT બહુહેતુક હાઇબ્રિડ સંચાલિત જહાજોના ત્રણ એકમોના બાંધકામ માટે વ્યક્તિગત શિપબિલ્ડીંગ કોન્ટ્રાક્ટના બાંધકામ માટે યુરોપિયન ક્લાયન્ટ સાથે $42-મિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. કરારનું મૂલ્ય આશરે $42 મિલિયન છે.

10 ડિસેમ્બરે, શિપબિલ્ડરને નેચરલ ગેસ કંપની ONGC તરફથી પાર્ટ રિપ્લેસમેન્ટ ઓફ પાઇપલાઇન પ્રોજેક્ટ (PRPP) માટે રૂ. 1,145 કરોડનો ઓર્ડર મળ્યો હતો. આ પ્રોજેક્ટ 19 સેગમેન્ટમાં વિભાજિત અંદાજે 44.4 કિમીની સબસી પાઇપલાઇન્સ ઇન્સ્ટોલ કરશે.

મઝાગોન ડોક શેર એક વર્ષમાં 305.18 ટકા ઉછળ્યો

2022નો બંધ793.70
છેલ્લો બંધ2046.25
રિટર્ન157.81 ટકા
52 Week Low (માર્ચ-23)612.80
52 Week High (સપ્ટે-23)2483
રિટર્ન305.18%

વર્ષના બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં Mazagon Docksના શેરના ભાવમાં મોટો વધારો નોંધવામાં આવ્યો હતો. આવકો 7 ટકા અને ઓપરેશનલ નફામાં 50 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. 8 સપ્ટેમ્બરે 2483ની વાર્ષિક ટોચ નોંધાવ્યા બાદ શેર ગઈકાલના બંધ સામે 17.51 ટકા તૂટી ચૂક્યો છે. વોલ્યૂમ પણ વધી રહ્યા છે.

આ પ્રોજેક્ટ્સની મદદથી કંપનીની આવક અને નફામાં મજબૂત વૃદ્ધિ થવાની અપેક્ષા છે. જેના પગલે શેરમાં વધુ તેજી નોંધાવાનો અંદાજ નિષ્ણાતોએ આપ્યો છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)