IPO Listing: Vibhor Steel Tubesના આઈપીઓમાં રોકાણકારો માલામાલ, લિસ્ટિંગ ગેઈન 193 ટકા
અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ મેઈન બોર્ડ ખાતે આજે વિભોર સ્ટીલ ટ્યૂબ્સ (Vibhor Steel Tubes Ltd. IPO Listing)ના આઈપીઓએ મબલક રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને સાત દિવસમાં માલામાલ કરી દીધા છે. બીએસઈ ખાતે વિભોર સ્ટીલ ટ્યૂબ્સે રૂ. 151ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 421ના સ્તરે લિસ્ટિંગ કરાવી ઓપનિંગ સેરેમનીમાં જ 178.80 ટકા રિટર્ન આપ્યું હતું.
વિભોર સ્ટીલ ટ્યૂબ્સનો આઈપીઓ થોડી જ ક્ષણોમાં 5 ટકા અપર સર્કિટ સાથે રૂ. 442ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જેમાં રોકાણકારોને કુલ 192.72 ટકા રિટર્ન પ્રાપ્ત થયુ હતું. ગ્રે માર્કેટમાં વિભોર સ્ટીલ માટે 92 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. વિભોર સ્ટીલે 13 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન રૂ. 151ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 72.17 કરોડનું ફંડ એકત્રિત કર્યું હતું.
વિભોર સ્ટીલના આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જે કુલ 320.05 ગણો ભરાયો હતો. જેમાં એનઆઈઆઈએ કુલ 772.49 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. જ્યારે રિટેલ પોર્શન 201.52 ગણો, અને ક્યુઆઈબી 191.41 ગણો ભરાયો હતો.
વિભોર સ્ટીલ ટ્યૂબ્સ લિમિટેડ વિવિધ હેવી એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રીમાં સ્ટીલ પાઈપ્સ અને ટ્યૂબ્સના ઉત્પાદન, નિકાસ અને સપ્લાય કરે છે. કંપનીની આવક અને ચોખ્ખો નફો ગત નાણાકીય વર્ષમાં ક્રમશઃ 36.15 ટકા અને 85.91 ટકા વધ્યો હતો. કુલ દેવુ 30 સપ્ટેમ્બર-23 સુધી 160.27 કરોડ છે.
30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા છ મહિનામાં, કંપનીની આવક રૂ. 530.51 કરોડ, ચોખ્ખો નફો રૂ. 8.52 કરોડ અને EBITDA રૂ. 23.69 કરોડ હતો. આ જ સમયગાળામાં, PAT માર્જિન 1.61 ટકા, EBITDA માર્જિન 4.47 ટકા, ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો 1.83 ગણો, RoCE 6.97 ટકા અને RoE 8.37 ટકા હતો.
વિભોર સ્ટીલ ટ્યુબ એ માઈલ્ડ સ્ટીલ/કાર્બન સ્ટીલ ERW બ્લેક અને ગેલ્વેનાઈઝ્ડ પાઈપો, હોલો સ્ટીલ પાઈપો અને કોલ્ડ-રોલ્ડ સ્ટીલ સ્ટ્રિપ્સ/કોઈલના ઉત્પાદક અને નિકાસકાર છે. કંપનીનો જિંદાલ પાઇપ્સ સાથે છ વર્ષ માટે લાંબા ગાળાનો કરાર છે. કંપની પાસે રાયગઢ, મહારાષ્ટ્ર અને મહબૂબનગર, તેલંગાણામાં બે ઉત્પાદન સુવિધાઓ છે અને હરિયાણાના હિસારમાં એક વેરહાઉસ છે.