• કુલ 8 આઈપીઓ આ સપ્તાહે લિસ્ટિંગ કરાવશે
  • સુરજ એસ્ટેટ ડેવલપર્સ, મોતિસન્સ જ્વેલર્સ, મુથુટ માઈક્રોફિનનો આઈપીઓ આજે ખૂલ્યો

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ પ્રાઈમરી  માર્કેટમાં આઈપીઓની વણઝાર વચ્ચે ગ્રે માર્કેટમાં ઉંચા પ્રીમિયમની બોલબાલા વધી છે. આજે મેઈન બોર્ડ ખાતે 3 અને એસએમઈ સેગમેન્ટમાં વધુ એક આઈપીઓ ખૂલ્યા છે. જેમાંથી મોતિસન્સ જ્વેલર્સમાં સૌથી વધુ 180 ટકા ગ્રે પ્રીમિયમ નોંધાયુ છે. જ્યારે SME IPO S J Logisticsમાં 100 ટકા ગ્રે પ્રીમિયમ છે.

આ સપ્તાહે મેઈન બોર્ડ સેગમેન્ટના 3 અને એસએમઈ સેગમેન્ટના પાંચ આઈપીઓ લિસ્ટિંગ કરાવવા જઈ રહ્યા છે. જેમાં Inox India 21 ડિસેમ્બરે, Indian Shelter અને DOMS Industriesના ઈશ્યૂ 20 ડિસેમ્બરે લિસ્ટેડ થશે. લિસ્ટિંગ ગેઈન 33 ટકાથી 83 ટકા સુધી મળવાની શક્યતા ગ્રે માર્કેટ પરથી જોવા મળી રહી છે.

અહીં આ સપ્તાહે લિસ્ટેડ થનારા તેમજ યોજાનારા મેઈન બોર્ડ અને એસએમઈ આઈપીઓની ગ્રે માર્કેટ સ્થિતિ આપી છે. જેના પરથી રોકાણ અને આઈપીઓ ફેન્સી અંગેનો અંદાજ લગાવી શકાય. નોંધનીય છે, ગ્રે માર્કેટ પ્રીમિયમ માત્ર તુક્કો કે અંદાજ છે. જેને વાસ્તવિક રિટર્ન માનવુ નહીં.

આઈપીઓના ગ્રે પ્રીમિયમ

IPOIPO GMPIPO PriceListing Gain
DOMS IPO₹530₹79067%
India Shelter Finance₹165₹49333%
Inox India₹550₹66083%
Motisons Jewellers₹100₹55182%
Muthoot Microfin₹90₹29131%
Suraj Estate Developers₹70₹36019%
Happy Forgings₹450₹85053%
Credo Brands₹125₹28045%
RBZ Jewellers₹–₹100-%
Azad Engineering₹380₹52472%
Innova Captab₹210₹44847%
Presstonic Engineering₹50₹7269%
S J Logistics₹125₹125100%
Siyaram Recycling₹35₹4676%
Shree OSFM E-Mobility₹–₹65-%
Benchmark Computer Solutions₹40₹6660%
Sahara Maritime₹–₹81-%
Shanti Spintex₹–₹70-%
Electro Force India₹–₹93-%
Trident Techlabs₹25₹3571%