અમદાવાદ, 20 માર્ચઃ શેરબજાર વૈશ્વિક પડકારો, વ્યાજદરોમાં વધ-ઘટની સ્થિતિમાં વૈશ્વિક બજારોની સથવારે સતત કરેક્શન મોડમાં તૂટી રહ્યા છે. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ગાબડાં બાદ માત્ર 89.84 પોઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો છે. સેકેન્ડરી માર્કેટની વોલેટિલિટીના પગલે પ્રાઈમરી માર્કેટમાં બેક-ટુ-બેક ચાર આઈપીઓએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવ્યું છે. આઇપીઓ ફંડિંગથી માંડીને અન્ય મુદ્દાઓ ઉપર સેબીના આકરાં વલણના કારણે પ્રાઇમરી માર્કેટના મેઇનબોર્ડ તેમજ એમએસએમઇ આઇપીઓ માર્કેટમાં આઇપીઓની એન્ટ્રી તેમજ લિસ્ટિંગમાં જોવા મળેલી ગાડરીયા પ્રવાહની સ્થિતિ ઉપર કામચલાઉ બ્રેક વાગી હોવાનું નિષ્ણાતો જણાવે છે. નિષ્ણાતોના મત અનુસાર લોકસભા ચૂંટણીની પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર થોડી અસર રહે છે.

ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં કુલ 20 આઈપીઓ લિસ્ટેડ થયા છે. જેમાં વધ્યા મથાળેથી રિટર્ન ડિસ્કાઉન્ટ થતા નજરે ચડ્યા છે. લિસ્ટેડ 20 આઈપીઓના શેરના ભાવ તેની રેકોર્ડ ટોચથી સરેરાશ 20 ટકા સુધી ઘટ્યા છે. રાશી ફેરિફેરલ્સ, અને જીપીટી હેલ્થકેરમાં પ્રીમિયમ ઈશ્યૂ પ્રાઈસ સામે ડિસ્કાઉન્ટ થયા છે. 20માંથી કુલ 9 આઈપીઓના શેર ઈશ્યૂ પ્રાઈસ સામે 28 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 11 આઈપીઓ 6 ટકાથી 129 ટકા સુધી રિટર્ન આપી રહ્યા છે.

20 ફેબ્રુઆરીએ લિસ્ટેડ વિભોર સ્ટીલ્સે ઈશ્યૂ પ્રાઈસ સામે સૌથી વધુ 192.72 ટકા રિટર્ન આપ્યા બાદ શેરમાં 41 ટકા સુધી કરેક્શન નોંધાયુ છે. 20 આઈપીઓમાંથી 5 આઈપીઓમાં શેરનો ભાવ વધ્યા મથાળેથી સિંગલ ડિજિટમાં જ્યારે 15 આઈપીઓમાં ડબલ ડિજિટમાં ઘટાડો થયો છે.

BLS -E Servicesના આઈપીઓમાં રોકાણકારોને સૌથી વધુ રિટર્ન

ચાલુ કેલેન્ડર વર્ષમાં બીએલએસ- ઈ સર્વિસિઝના આઈપીઓમાં રોકાણકારોને ગઈકાલના બંધ સામે સૌથી વધુ રિટર્ન આપનારો ઈશ્યૂ રહ્યો છે. ઈશ્યૂ પ્રાઈસ રૂ. 135 સામે રૂ. 309.9 (19 માર્ચ-24) સામે 129.56 ટકા રિટર્ન આપી રહ્યો છે. લિસ્ટિંગ સમયે પણ 174.63 ટકા રિટર્ન આપ્યુ હતું. આ સિવાય જ્યોતિ સીએનસી 86.12 ટકા, એક્સિકોમ ટેલિ-સિસ્ટમ 51.06 ટકા, વિભોર સ્ટીલ 72.95 ટકા સાથે ઉત્કૃષ્ટ રિટર્ન આપનારા રહ્યા છે.

નેગેટિવ લિસ્ટેડ આઈપીઓમાં હજી કોઈ રિટર્ન નહિં

ચાલુ કેલેન્ડર વર્ષમાં ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવનાર આઈપીઓ ઈશ્યૂઓ હજી સુધી રિટર્ન આપી શક્યા નથી. રોકાણકારોએ ઈશ્યૂ પ્રાઈસ સામે 19 માર્ચના બંધ સામે કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક 28.65 ટકા, ઈપેક ડ્યુરેબલ્સ 28.96 ટકા, એન્ટેરો હેલ્થકેર 20.48 ટકા મૂડી ગુમાવી છે.

IPOIPO PRICE19 માર્ચHIGH– Rs.
Vibhor Steel151261.1544240.92
Nova Agritech4152.0578.4733.67
Capital SFB468333.9468.9528.8
Epack Durable230163.422527.38
BLS E-Services13530942326.95
Mukka Proteins2833.384424.14
GPT Healthcare186167.75219.723.64
Exicom Tele-Systems142214.5274.4521.84
Rashi Peripherals311303.8388.1521.73
Appejay Surrendra park155184.15234.521.47
Jana SFB414380.95481.820.93
Entero Healthcare12581000.3125820.5
Platinum Industries171191.9523719
Medi Assist418455.8555918.45
JG Chemicals221191.6213.7510.36
Juniper Hotels360457.3501.18.74
Jyoti CNC331616.05673.78.56
R k Swamy288264.05287.858.26
Popular Vehicles295276.252925.7
Gopal Snacks401373.25392.74.95

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)