અમદાવાદ, 10 માર્ચઃ પ્રાઈમરી માર્કેટમાં મેઈન બોર્ડ ખાતે આગામી સપ્તાહે વધુ બે આઈપીઓ લોન્ચ થઈ રહ્યા છે. જેમાં પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝ લિ.નો રૂ. 601.50 કરોડ, જ્યારે ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝ લિ.નો ઈશ્યૂ સમાવિષ્ટ છે. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝે હજી પ્રાઈસ બેન્ડ જારી કરી નથી. બીજી બાજુ ગોપાલ સ્નેક્સના આઈપીઓમાં રોકાણ કરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ઈશ્યૂ 11 માર્ચે બંધ થશે. બજારના નિષ્ણાતોના મતે આ આઈપીઓમાં રોકાણ કરતાં પહેલાં આ બાબતોને અવશ્ય જાણો…

Popular Vehicles & Services IPO

પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝ 12 માર્ચે રૂ. 601.55 કરોડનો આઈપીઓ લાવી રહી છે. જેની પ્રાઈસ બેન્ડ 280-295 નિર્ધારિત કરવામાં આવી છે. માર્કેટ લોટ 50 શેર્સ માટે લઘુત્તમ રૂ. 14750નું અને ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. પોપ્યુલર વ્હિકલ્સ સર્વિસિઝ ફ્રેશ ઈશ્યૂ હેઠળ રૂ. 250 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ રૂ. 351.55 કરોડ એકત્ર કરશે. પ્રમોટર જ્હોન કે. પૌલ, ફ્રેન્સિસ કે. પૌલ અને નવિન ફિલિપ કંપનીમાં હાલ  65.79 ટકા હોલ્ડિંગ ધરાવે છે. ઈશ્યૂ 15 માર્ચે બંધ થશે.

Krystal Integrated Services IPO

ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ 14 માર્ચથી 18 માર્ચ દરમિયાન યોજાશે. કંપની ફ્રેશ ઈશ્યૂ અંતર્ગત રૂ. 175 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ 1750000 ઈક્વિટી શેર્સનું વેચાણ કરશે. હાલ પ્રાઈસ બેન્ડ જાહેર કરી નથી. શેર એલોટમેન્ટ 19 માર્ચે અને લિસ્ટિંગ 21 માર્ચે થશે. કંપનીના પ્રમોટર્સ કંપનીમાં 99.99 ટકા હિસ્સો ધરાવે છે. કંપની હાઉસકિપિંગ, સેનિટેશન, લેન્ડસ્કેપિંગ, ગાર્ડનિંગ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, પલ્મબિંગ, વેસ્ટ મેનેજમેન્ટ, પેસ્ટ કંટ્રોલ સહિતની મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે.

આ આઈપીઓનું લિસ્ટિંગ આ સપ્તાહે

લિસ્ટિંગ તારીખઆઈપીઓGMP
12 માર્ચઆરકે સ્વામી
13 માર્ચજેજી કેમિકલ્સરૂ. 32
14 માર્ચગોપાલ સ્નેક્સરૂ. 25

Gopal Snacks IPO

ગોપાલ નમકિનનો આઈપીઓ ઈશ્યૂ સોમવારે 11 માર્ચે બંધ થશે. જે અત્યારસુધીમાં કુલ 1.48 ગણો ભરાયો છે. જેમાં રિટેલ પોર્શન 2.13 ગણો, એમ્પ્લોયી 3.45 ગણો, એનઆઈઆઈ 1.71 ગણો સબ્સક્રાઈબ થયો છે. ક્યુઆઈબી પોર્શન હાલ માંડ 10 ટકા ભરાયો છે. નિષ્ણાતોના મતે ઈશ્યૂને બે દિવસમાં અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી. કંપની રૂ. 381-401ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 650 કરોડ એકત્ર કરવા માગે છે. જેનું લિસ્ટિંગ 14 માર્ચે થશે. ગ્રે માર્કેટમાં રૂ. 25 પ્રીમિયમ છે.