આઈપીઓ ટ્રેન્ડઃ ભોજન નહીં “ભજીયા”નો નાસ્તો કરવાનો ટ્રેન્ડ વધ્યો
આઈપીઓ ટ્રેન્ડઃ ભોજન નહીં “ભજીયા”નો ટ્રેન્ડ
સેકન્ડરી માર્કેટમાં જે રીતે ડે ટ્રેડીંગ, શોર્ટટર્મ ટ્રેડિંગ, લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટનો એપ્રોચ ધરાવતા રોકાણકારોની અલગ અલગ કેટેગરી હોય છે. તેજ રીતે પ્રાઇમરી માર્કેટમાં પણ લિસ્ટિંગ પછી લાંબા સમય સુધી રોકાણ કરનારા, લિસ્ટિંગ સમયે જ વેચીને હળવા થઇ જનારા તેમજ થોડો સમય વોલેટિલિટી, ફેન્સી અને ફાઇન્સિયલ કન્ડિંશન આધારીત પ્રોફીટ કે લોસ બુક કરનારા રોકાણકારોનો ચોક્કસ વર્ગ હોય છે. નાણાકીય વર્ષ 2021-22માં જોકે, રોકાણકારોને લોંગ ટર્મને બદલે શોર્ટટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓને ટકાવારીમાં રિટર્ન વધુ છૂટી રહ્યું હોવાનું જોવા મળ્યું છે.
સૌથી મોટુ નુકસાન અવસરને ચૂકી જવો તેમાં છે. શેર માર્કેટમાં પણ હાલ મોટાભાગના રોકાણકારોની કઈક આવી જ દશા થઈ છે. ડિસેમ્બર બાદ માર્કેટમાં જોવા મળેલી મોટી ઉથલ-પાથલે માત્ર સેકેન્ડરી માર્કેટ જ નહીં પ્રાઈમરી માર્કેટના રોકાણકારો પણ નુકસાન વેઠ્યુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં લિસ્ટેડ કુલ 51 આઈપીઓમાં સરેરાશ વાર્ષિક ધોરણે રિટર્ન 13 ટકા થયુ છે. જ્યારે લિસ્ટિંગ દરમિયાન જ પ્રોફિટ બુક કરનાર રોકાણકારને એવરેજ 25.74 ટકા રિટર્ન મળી રહ્યું છે. આ વર્ષે લિસ્ટેડ તમામ 51 આઈપીઓમાં રોકાણ કરનાર રોકાણકારોને શેરદીઠ સરેરાશ રૂ. 603.66ની ઈશ્યૂ પ્રાઈઝ સામે હાલ શુક્રવારના બંધની સ્થિતિમાં રૂ. 77નો નફો થઈ રહ્યો છે. અર્થાત 680.83 મળી રહ્યાં છે. જ્યારે આઈપીઓમાં શોર્ટ ટર્મ રોકાણ કરતાં રોકાણકારોએ 15 દિવસમાં જ શેરદીઠ રૂ. 158 (761.50)ની કમાણી કરી હતી.
રોકાણકારોને લોંગ ટર્મના બદલે શોર્ટ ટર્મમાં બમણું રિટર્ન
51 આઈપીઓમાં સરેરાશ શેરદીઠ કમાણી
ઈશ્યૂ પ્રાઈઝ 603.66
લિસ્ટિંગ ગેઈન 761.50
15 દિવસમાં રિટર્ન 25.74 ટકા
બંધ ભાવ 680.83
વાર્ષિક રિટર્ન 12.78 ટકા
એક્સપર્ટ વ્યૂઃ આઈપીઓમાં લોંગ ટર્મ રોકાણ કરવુ હિતાવહ
ઈન્ફોસિસ, એચડીએફસી, સહિત એવી ઘણી કંપનીઓએ લાંબાગાળે મબલક રિટર્ન આપ્યું છે. પરંતુ ફેન્સી, ટેક્નિકલ્સ, માર્કેટની વર્તમાન પરિસ્થિતિ, ફંડામેન્ટલ્સને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. વધુ લોભને બદલે 25 ટકાથી વધુ રિટર્ન પર પ્રોફિટ બુક કરતાં રહેવુ જોઈએ.
પ્રારંભિક તગડું રિટર્ન જોવાયું પાછળથી ડિસ્કાઉન્ટ થયું
ભારતીય શેર બજારોમાં માર્ચ, 2020 બાદ જોવા મળેલી તેજીની ઓટમાં આઈપીઓ માર્કેટમાં લિસ્ટેડ 51માંથી 8 એવા આઈપીઓ પણ સામેલ છે કે, જેમાં શરૂઆતમાં 5થી 30 ટકા રિટર્ન છૂટ્યા બાદ ફેન્સી તથા ફંડામેન્ટલ્સના અભાવે હાલ 5થી 43 ટકા સુધી ડિસ્કાઉન્ટમાં ટ્રેડેડ છે. ક્રષ્ના ડાયગ્નોસ્ટિક્સ, ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ, સ્ટાર હેલ્થ, વિજયા ડાયગ્નોસ્ટિક્સ, પોલિસી બાઝાર, સાણેસરા એજિનિયર્સ, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ, એક્સારો, ઈન્ડિયા પેસ્ટિસાઈડ્સ સામેલ છે.
ટોપ ગેનર્સઃ 100 ટકાથી વધુ રિટર્ન
આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ બંધ +/%
પારસ ડિફેન્સ 175 648.9 270.8
બાર્બેક્યુ નેશન 500 1292.8 158.56
સોના બીએલડબ્લ્યૂ 291 684.5 1 35.22
ક્લિન સાયન્સ 900 2100 133.33
મેક્રોટેક્ ડેવલપર્સ 486 1109.9 128.37
લેટેન્ટ વ્યૂ 197 431.3 118.93
તત્વચિંતન 1083 2271.9 109.78
છ આઈપીઓમાં 50 ટકાથી વધુ રિટર્ન
સુપ્રિયા લાઈફ 274 465.35 69.84
સિગાચી ઈન્ડસ્ટ્રીઝ 163 301.1 84.72
દેવ્યાની ઈન્ટર. 90 160.1 77.89
જીઆર ઈન્ફ્રા 837 1447.6 72.95
ક્રિશ્ના ઈન્સ્ટીટ્યુટ 825 1316.7 59.6
અદાણી વિલમર 230 379.7 65.09
પ્રમોટર્સ માલામાલ, રોકાણકારો બેહાલ
આઈપીઓ માર્કેટના તેજીના ઘોડાપુરમાં નબળી કંપનીઓની નાવડી કિનારે પહોંચી હતી. રેકોર્ડ રૂ. 1,11,156.57 કરોડના 50 આઈપીઓ 2021-22માં યોજાઈ ચૂક્યાં છે. જેમાંથી ગો ફેશન્સ, નાયકા, મેડપ્લસ ,મેપમાય ઈન્ડિયા, ઝોમેટો સહિત ખાસ કરીને સતત ખોટ કરતી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ફાવી ગયાં હતા. રોકાણકારો પાસેથી એપ્લિકેશન કરતાં અનેકગણું ફંડ મેળવ્યા બાદ રિટર્ન મામલે મોઢા ફેરવી લીધા હોય તેવો સીન જોવા મળ્યો છે. બમ્પર પ્રિમિયમ સાથે લિસ્ટિંગ કરાવનારી નાયકાની માલિક અબજોપતિની યાદીમાં સામેલ થઈ ગઈ પરંતુ રિટેલ રોકાણકારનું રિટર્ન 96 ટકાથી ઘટી 38 ટકા થયું છે. પેટીએમ, ઝોમેટોમાં પણ કંઈક આવી જ દશા છે.
પેટીએમ- ઝોમેટોમાં ગાબડું
પેટીએમઃ 18300 કરોડ
ઈશ્યૂ પ્રાઈઝઃ 2150
લિસ્ટિંગઃ 1564.15
લિસ્ટિંગ ગેઈનઃ -27.25 ટકા
હાઈઃ 1961.05
બોટમઃ 572.25
બંધ: 596.30
રિટર્ન: -72.27
ઝોમેટો: 9375 કરોડ
ઈશ્યૂ પ્રાઈઝઃ 76
લિસ્ટિંગઃ 125.85
લિસ્ટિંગ ગેઈનઃ +65.69%
હાઈઃ 169.10
બોટમઃ 75.55
બંધ: 80.7
રિટર્ન: +6.18%
લિસ્ટિંગથી અત્યાર સુધી નેગેટીવ રહ્યા હોય તેવા આઈપીઓ
આઈપીઓ લિસ્ટિંગ ગેઈન %
વિન્ડલાસ બાયો. -11.59 -47.93
કારટ્રેડ ટેક્ -7.29 -64.34
નુવોકો વિસ્ટા -6.79 -34.11
આદિત્ય બિરલા -1.73 -30.04
એસજેએસ એન્ટર -5.93 -33.97
પેટીએમ -27.25 -72.27
શ્રીરામ પ્રોપર્ટીઝ -15.76 -33.31
રેટગેઈન ટ્રાવેલ -19.88 -21.34
એજીએસ ટ્રાન્સેક્ટ -7.83 -40.91
ફિનો પેમેન્ટ્સ -5.5 -50.1
5 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ લોધા ડેવલપર્સમાં 128 ટકા તેજી
લોધા ડેવલપર્સ ખરાબ માર્કેટ સેન્ટિમેન્ટના તેમજ સેક્ટોરલ પર્ફોર્મન્સ નબળુ રહેતાં 3 વખત આઈપીઓ લાવવામાં નિષ્ફળ ગઈ હતી. પરંતુ 2021-22માં આઈપીઓના ઘોડાપુરમાં તેની પેટા કંપની મેક્રોટેક ડેવલપર્સ આઈપીઓ યોજવામાં સફળ રહી હતી. જો કે, 4.7 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થતાં ઘણા રોકાણકારોએ મૂડી પાછી ખેંચી હતી. પરંતુ આજે તે બંધ સામે 128.37 ટકા રિટર્ન આપી રહી છે. આ સિવાય ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ મેટ્રો બ્રાન્ડ્સ, કેમપ્લાસ્ટ, એપ્ટસ વેલ્યૂમાં પણ 15 ટકા રિટર્ન છે.