બજારની મંદીએ બાજી બગાડતા IRM એનર્જીનો આઈપીઓ 5% ડિસ્કાઉન્ટે લિસ્ટેડ
IRM Energy IPO Listing
ઈશ્યૂ પ્રાઈસ | 505 |
લિસ્ટિંગ | 479 |
ડિસ્કાઉન્ટ | 5.14 ટકા |
છેલ્લો ભાવ | 468.80 |
ડિસ્કાઉન્ટ | 7.17 ટકા |
ગ્રે પ્રીમિયમ | 10 ટકા |
અમદાવાદ, 26 ઓક્ટોબરઃ ગુજરાત સ્થિત ગેસ વિતરણ કંપની અને કેડિલા હેલ્થકેર સમર્થિત IRM એનર્જીનો IPO આજે 5.14 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થતાં રોકાણકારો નિરાશ થયા છે. BSE પર આઈઆરએમ એનર્જીના આઈપીઓએ રૂ. 505ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 479ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું.
બાદમાં શેર 10.88 ટકા ઘટી 450.05ના તળિયે પહોંચ્યો હતો. ઉંચામાં પણ ઈશ્યૂ પ્રાઈસ રૂ. 505 સામે ઘટાડે 482 થયો હતો. 11.08 વાગ્યે 7.17 ટકા ડિસ્કાઉન્ટે 468.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ આજે 750 પોઈન્ટથી વધુ ઘટાડે અને નિફ્ટી 19000નુ લેવલ તોડી 18875 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સાર્વત્રિક મંદીના કારણે શેરબજારમાં વેચવાલીનું પ્રમાણ વધ્યું છે.
માર્કેટ નિષ્ણાતો અને બ્રોકરેજ હાઉસે IRM એનર્જીનો આઈપીઓ 10થી 15 ટકાના પ્રીમિયમે લિસ્ટ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તદુપરાંત ગ્રે માર્કેટમાં પણ 10 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. પરંતુ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડાના કારણે આઈપીઓ ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થયો હતો.
IRM એનર્જીનો રૂ. 545 કરોડનો IPO 27.05 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. QIB પોર્શન 44.73 ગણો, NII 48.34 ગણો અને રિટેલ 9.29 ગણો ભરાયો હતો.
IRM એનર્જી લિમિટેડ, 2015માં સ્થાપિત એક ગેસ વિતરણ કંપની છે. જે સ્થાનિક કુદરતી ગેસ વિતરણ નેટવર્કના વિકાસ, સંચાલન અને વિસ્તરણમાં સામેલ છે. IRM એનર્જી ઔદ્યોગિક, વ્યાપારી, ઘરેલું અને ઓટોમોબાઈલ ગ્રાહકોને સેવા આપે છે.
CNG-સંચાલિત વાહનોની સંખ્યામાં અપેક્ષિત વધારો, ઘરોની સંખ્યામાં સંભવિત વધારો અને મંડી ગોબિંદગઢમાં ઔદ્યોગિક ક્લસ્ટરોની હાજરીને કારણે કંપની કંપનીના ભૌગોલિક વિસ્તારોમાં અને તેની આસપાસ વૃદ્ધિની સંભાવના જુએ છે.