અમદાવાદ, 17 એપ્રિલઃ આઇટીસીનો શેર રૂ. 400ની સપાટી વટાવી ગયો ત્યારે કોવિડ-19 દરમિયાન ફેન્સી અને મંદીના બિછાને પડેલાં આઇટીસીને મોટાભાગના રોકાણકારો અછૂત સમજી અડતાં પણ નહોતાં તે શેર સોમવારે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં રૂ. 400ની સપાટી વટાવી ગયો ત્યારે ખરીદવામાં રહી ગયેલાંઓને મોં વકાસીને જોઇ રહેવા વારો આવ્યો હતો.

ITC શેરે સોમવારે આઠ વર્ષની ટોચે પહોંચી નવો રેકોર્ડ સર્જયો છે. આઈટીસીનો શેર ઈન્ટ્રા ડે 401.95ની ટોચે પહોંચ્યો હતો. જે 2015 બાદ પ્રથમ વખત 400ની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. 2015માં તે 409.70ની ટોચે હતો. ત્યારબાદ વોલેટિલિટી, ફેન્સીનો અભાવના કારણે શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેના પર સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ (Memes) પણ બન્યા હતા.

છેલ્લા 1 વર્ષમાં 48 ટકા રિટર્ન આપ્યું આઇટીસીએ

આઈટીસીએ છેલ્લા એક વર્ષમાં 48 ટકા સુધી રિટર્ન આપ્યું છે. જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી 20 ટકા ઉછાળો નોંધાવ્યો છે. 31 ડિસેમ્બર, 2022માં 331.65, જ્યારે 18 એપ્રિલ, 2022એ 270.45 સામે 400 છેલ્લો ભાવ છે.

બ્રોકરેજ ફર્મ્સની નજરે ખરીદવા લાયક શેરઃ વર્ષમાં બમણો થવાની ધારણા

બ્રોકરેજ ફર્મ શેરખાન

450 રૂપિયાના ટાર્ગેટ સાથે ITC શેર ખરીદવાની સલાહ આપી છે. જે વર્તમાન સ્તરથી 12.5 ટકાની અપસાઇડ સંભવિતતા દર્શાવે છે. માર્કેટ નિષ્ણાતો આગામી 1 વર્ષમાં ભાવ ડબલ થવાનો અંદાજ પણ આપી રહ્યા છે.

ટ્રેન્ડલાઇન ડેટા

આ શેરની એવરેજ ટાર્ગેટ પ્રાઈસ રૂ. 434 છે. આ સૂચવે છે કે આગામી સમયમાં આ સ્ટોક 8.5 ટકા સુધી વધી શકે છે.

32માંથી મોટાભાગના વિશ્લેષકો પણ શેર પર બાય રેટિંગ ધરાવે છે. 32માંથી 30 વિશ્લેષકો સ્ટોક પર “સ્ટ્રોંગ બાય” અથવા “BUY” રેટિંગ ધરાવે છે. આ સ્ટોક પર માત્ર બે વિશ્લેષકોએ હોલ્ડ રેટિંગ આપ્યું છે.

ITCના ત્રીજા ક્વાર્ટરના પરિણામો

નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં, ITCએ વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં 21 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 5,031 કરોડ હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં સિગારેટનું વેચાણ વાર્ષિક ધોરણે 17 ટકા વધીને રૂ. 7,288.22 કરોડ થયું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)