અમદાવાદ, 17 એપ્રિલઃ ભારતીય શેરબજારોમાં તેજીની સદ્ધરતા માટેનું મુખ્ય કારણ ગણાતાં વિદેશી રોકાણકારો, સંસ્થાકિય રોકાણકારો ફરી પાછા ફર્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં એપ્રિલ માસમાં રોજના હિસાબે રૂ. 1000 કરોડ અને અત્યારસુધીમાં રૂ. 10600 કરોડની નેટ ખરીદી કરી લીધી હોવાનું જોવા મળ્યું છે.

ભારતીય શેરબજારોમાં એપ્રિલમાં અત્યારસુધી વિદેશી રોકાણકારોએ (FII) રૂ. 4959.72 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું છે. જે ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીનું એફઆઈઆઈ દ્વારા સૌથી વધુ લેવાલી છે. અગાઉ માર્ચમાં એફઆઈઆઈએ રૂ. 1997.70 કરોડની નેટ લેવાલી નોંધાવી હતી.
જ્યારે જાન્યુઆરી અને માર્ચમાં ક્રમશઃ રૂ. 11090.64 કરોડ અને 41464.73 કરોડની નેટ વેચવાલી નોંધાવી હતી.

NSDLના ડેટા અનુસાર, 28 માર્ચથી શેરબજારમાં વિદેશી રોકાણકારોની સતત ખરીદીના કારણે કુલ ₹10600 કરોડ જેટલુ રોકાણ એફઆઈઆઈએ નોંધાવ્યું છે. જેના લીધે જ છેલ્લા 9 દિવસમાં નિફ્ટીમાં પણ 5%થી વધુનો સુધારો થયો છે.

યુએસ અને યુરોપમાં બેન્કિંગ કટોકટીના કારણે ચિંતા હળવી થવા વચ્ચે વૈશ્વિક બિઝનેસ આઉટલૂક સ્થિર થયો છે, જેના કારણે ભારતના શેરબજારમાં FIIનું રોકાણ વધ્યું છે. ભારતમાં શેરનું મૂલ્ય પણ વાજબી સ્તરે આવી ગયું છે, જેના કારણે FII અહીં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ અગાઉ વર્ષ 2022-23માં ભારતના શેરબજારમાંથી 37,631 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.

ફુગાવાને અંકુશમાં લેવા માટે વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારાની વચ્ચે FPIs વેચાણ કરી રહ્યા હતા. વર્ષ 2021-22માં FPIએ ભારતીય બજારમાંથી 1.4 લાખ કરોડ રૂપિયાની નેટ વેચવાલી નોંધાવી હતી.

વર્ષ 2020-21માં FPIએ શેરબજારમાં રૂ. 2.7 લાખ કરોડ અને 2019-20માં રૂ. 6,152 કરોડની ખરીદી દર્શાવી હતી. FII એ આ વર્ષે એપ્રિલમાં અત્યાર સુધીમાં ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 1,085 કરોડ પાછા ખેંચ્યા છે.

સ્થાનિક નાણાકીય સંસ્થાઓ (ડીઆઇઆઇ) સામે નેટ વેચવાલ


સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ ભારતીય શેરબજારોને વિદેશી રોકાણકારોની વેચવાલીથી બચાવવા મોટાપાયે રોકાણ કર્યું હતું. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન રૂ. 107359.03 કરોડની ખરીદી દર્શાવી હતી. જો કે, એપ્રિલમાં ડીઆઈઆઈ દ્વારા પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો છે.
એપ્રિલના સાત ટ્રેડિંગ સેશનમાં (13 એપ્રિલ,2023) ડીઆઈઆઈએ રૂ. 2683.95 કરોડની વેચવાલી દર્શાવી છે.

FII વર્સસ DIIની નેટ પોઝિશન એટ એ ગ્લાન્સ

 વિગતએફઆઈઆઈડીઆઈઆઈ
 13-Apr-2023221.85-273.68
 12-Apr-20231,907.95-225.22
 11-Apr-2023342.84-264.02
 10-Apr-2023882.52351.50
 06-Apr-2023475.81-997.08
 05-Apr-2023806.82-947.21
 03-Apr-2023321.93-328.24
 31-Mar-2023357.862,479.96
 29-Mar-20231,245.39822.99
 28-Mar-20231,531.13-156.11
   

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)