સિંગાપોર અને ભારત વચ્ચે પ્રથમ વાર હાઇ-પર્ફોમન્સ કોરિડોર, નિફ્ટીમાં લિક્વિડિટી વધશે

ગાંધીનગર, 4 જુલાઇઃ NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX) અને સિંગાપોર એક્સચેન્જ (SGX ગ્રૂપ)એ આજે NSE IX-SGX GIFT Connect ની કામગીરી સંપૂર્ણ કક્ષાએ શરૂ કરી છે. SGXનાં ઇન્ટરનેશનલ ક્લાયન્ટ નેટવર્ક દ્વારા નિફ્ટી ફ્યુચર્સમાં 8.05 અબજ ડોલરનાં ઓપન ઇન્ટ્રેસ્ટ અને નિફ્ટી ઓપ્શન્સમાં 1.05 અબજ ડોલરનાં ઓપન ઇન્ટ્રેસ્ટ સાથે અમેરિકન ડોલરનાં ચલણમાં ગિફ્ટ નિફ્ટીમાં ટ્રેડિંગ શરૂ થયું હતું. સોમવારે પ્રથમ સેશનમાં બપોરે 3-40 વાગ્યા સુધીમાં 1.13 અબજ ડોલરનું ટર્નઓવર થયું હતું. Connect આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ભારતીય ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાનો ઇનોવેટિવ વિકલ્પ પૂરો પાડે છે. ગિફ્ટ Connect આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને પ્રકારનાં રોકાણકારોને એક કરે છે. અમેરિકન ડોલરનાં ચલણમાં નિફ્ટી ઇક્વિટી ડેરિવેટિવ્ઝનાં ટ્રેડિંગ અને મેચિંગ ગિફ્ટ સિટીમાં થશે અને કોન્ટ્રાક્ટ્સનું ક્લિયરીંગ અને સેટલમેન્ટ સિંગાપોરમાં SGX દ્વારા કરવામાં આવશે.

નેશનલ સ્ટોક એક્સેચન્જ (NSE) અને SGX ગ્રૂપ 22 વર્ષ જૂનો સંબંધ ધરાવે છે. બંને એક્સચેન્જોએ બંને માર્કેટ વચ્ચે સરહદપારનાં સહકારને પ્રોત્સાહન આપવા અને નવી પ્રોડક્ટ વિક્સાવવાની તકો ચકાસવા જોડાણ  કર્યું છે. NSE IX-SGX GIFT Connect ઇન્ટરનેશનલ ફાઇનાન્સ માર્કેટ સાથે ગિફ્ટ સિટી ઇકોસિસ્ટમનું એકીકરણ કરવાની દિશામાં મહત્વનું પગલું છે. આનાથી આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગિફ્ટ સિટી ખાતે ભારતીય પ્રોડક્ટ્સનું જીવંત અને પ્રવાહી બજાર ઉપલબ્ધ રહેશે.

ગિફ્ટ નિફ્ટી કોન્ટ્રાક્ટ્સ લગભગ 21 કલાક માટે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ

ગિફ્ટ નિફ્ટી કોન્ટ્રાક્ટ્સ લગભગ 21 કલાક માટે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ હોય છે જેમાં એશિયા, યુરોપ અને અમેરિકાના ટ્રેડિંગ કલાકોને આવરી લેવામાં આવે છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઇન્ડેક્સ ઓપ્શન્સ માટેનાં ટ્રેડિંગ કલાકો નીચે પ્રમાણે છેઃ

સેશન્સઇન્ડેક્સ ફ્યુચર્સનો સમય (IST)ઇન્ડેક્સ ઓપ્શનનો (IST)
સેશન-1 
પ્રિ-ઓપન ઓપન ટાઇમ06:15 hrs.
પ્રિ-ઓપન ક્લોઝ ટાઇમ06:25 hrs.
નોર્મલ માર્કેટ ઓપન ટાઇમ06:30 hrs.06:30 hrs.
નોર્મલ માર્કેટ ક્લોઝ ટાઇમ15:40 hrs.15:40 hrs.
પ્રિ-ક્લોઝ ઓપન ટાઇમ15:45 hrs.
Pre-Close Close Time પ્રિ-ક્લોઝ ક્લોઝ ટાઇમ15:50 hrs.
Pre-Close End Time પ્રિ-ઓપન એન્ડ ટાઇમ15:55 hrs.
સેશન-2 
પ્રિ-ઓપન ઓપન ટાઇમ16:25 hrs.
પ્રિ-ઓપન ક્લોઝ ટાઇમ16:31 hrs.
નોર્મલ માર્કેટ ઓપન ટાઇમ16:35 hrs16:35 hrs
નોર્મલ માર્કેટ ક્લોઝ ટાઇમ02:45 hrs. (બીજા દિવસે)02:45 hrs. (બીજા દિવસે)

આ પ્રસંગે IFSCAના ચેરમેન ઇન્જેતી શ્રીનિવાસે જણાવ્યું હતું કે, NSE IX – SGX GIFT Connect અલગ અલગ દેશોનાં બે એક્સચેન્જ કઈ રીતે દ્વિપક્ષીય લાભ માટે જોડાણ કરી શકે તેનું ઉમદા ઉદાહરણ છે. રીબ્રાન્ડેડ ગિફ્ટ નિફ્ટીથી ગિફ્ટ IFSCનું સંપૂર્ણ માઇગ્રેશન NSE IX એક્સચેન્જમાં નિફ્ટી પ્રોડક્ટ્સ માટે ઇન્ટરનેશનલ લિક્વિડિટી પુલ મજબૂત કરશે.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે એ જણાવ્યું હતું કે, NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર ટ્રેડિંગ કલાકો લંબાવવાથી અને અમેરિકન ડોલરના ચલણમાં નિફ્ટી ડેરિવેટિવ્ઝનાં એક્સ્લુઝિવ ટ્રેડિંગથી વિશિષ્ટ વૈશ્વિક રોકાણકારો આકર્ષાશે અને ઝડપી ગતિએ આર્થિક વૃધ્ધિ થશે. વૈશ્વિક બજારોમાં સરળતાથી પ્રવેશ અને ઇનોવેશન કલ્ચરને વેગ આપીને આ નવી શરૂઆત વાઇબ્રન્ટ ફાઇનાન્સિયલ પાવરહાઉસ તરીકે ઊભરવામાં ભારતને મદદ કરશે.

MASના એક્ઝિકયુટિવ ડિરેક્ટર (માર્કેટ્સ પોલિસી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટ) અબિગેઇલ એનજીએ જણાવ્યું હતું કે, આ સીમાચિહ્ન સમાન પહેલનો મજબૂત પ્રારંભ બંને એક્સચેન્જ વચ્ચેનાં મજબૂત જોડાણનું પ્રમાણ છે અને ભારત અને સિંગાપોરનાં મૂડી બજારો વચ્ચે ઊંડી કનેક્ટિવિટી હાંસલ કરવા નાણાકીય સહકાર વધારવામાં રોમાંચક અને નવા સીમાચિહ્નનો પ્રારંભ છે.”

NSEના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, ગિફ્ટ IFSC હવે વિશ્વનાં રોકાણકારો માટે ભારતમાં રોકાણ કરવા સત્તાવાર પ્રવેશદ્વાર બની ગયું છે. Connect એ ભારત તથા વિશ્વ વચ્ચે તકો, ઇનોવેશન અને અતુલનીય પ્રવેશનાં પ્રતીક સમાન ઘટના છે. અમારાં બ્રોકર મેમ્બર્સ અને SGX મેમ્બર્સે પણ આ સીમાચિહ્ન હાંસલ કરવા કઠિન મહેનત કરી છે.

NSE IXના એમડી અને સીઇઓ વી બાલાસુબ્રમણિયમે જણાવ્યું હતું કે, ભારતનાં ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ પર ઓફશોર કોન્ટ્રાક્ટ્સનાં ઓનશોરિંગને વેગ મળશે. NSE IX આ વર્ગમાં સર્વશ્રેષ્ઠ ટ્રેડિંગ, ક્લિયરીંગ અને સેટલમેન્ટ ઇન્ફાસ્ટ્રક્ચર પૂરું પાડવા વિશ્વભરનાં પાર્ટિસિપન્ટ્સ સાથે કામ કરશે.

SGX ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ લોહ બુન ચાઇએ જણાવ્યું હતું કે, “નિફ્ટી માટે અનોખાં પ્રકારનાં Connect દ્વારા એશિયાનાં સૌથી રોમાંચક બજારોમાં પ્રવેશ સરળ કરવા આંતરરાષ્ટ્રીય રોકાણકારોને મદદ કરવા અમે રોમાંચ અનુભવીએ છીએ. અમે અમારી પ્રોડક્ટ્સને વૈશ્વિક રોકાણકારો સુધી લઈ જવા આશાવાદી છીએ.

SGX ગ્રૂપના સિનીયર મેનેજિંગ ડિરેક્ટર અને હેડ ઓફ ઇક્વિટીઝ માઇકલ સાઇને જણાવ્યું હતું કે, આ ઇનોવેટિવ પ્રારંભ યુનિફાઇડ લિક્વિડિટી પુલ રજૂ કરે છે, જેમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ભાગીદારી સાથે આવી છે, આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે પ્રોડક્ટ્સનું  વિસ્તરણ થયું છે અને નિફ્ટીમાં વ્યાપક વૃધ્ધિ માટે તખ્તો ઘડાયો છે. SGX આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ચીન, જાપાનનાં પોર્ટફોલિયો અને ક્લાઇમેટ સંબંધિત પ્રોડક્ટ્સ દ્વારા એશિયામાં રોકાણની તક પૂરી પાડે છે અને રોકાણકારો તમામ પ્રોડક્ટ્સમાં ક્રોસ માર્જિન અને રિસ્ક મેનેજમેન્ટનાં લાભો લઈ શકે છે.