મુંબઈ, 24 જૂન: રિલાયન્સ રિટેલની ઈ-માર્કેટપ્લેસ પાંખ જિયોમાર્ટે ઝારખંડના રાજ્ય સરકાર એમ્પોરિયમ, JASCOLAMPF તેમજ ઝારખંડના સરકારી સાહસ JHARCRAFT સાથે સહકાર સાધવાની ઘોષણા કરી છે. આ સંયુક્ત પહેલ એ ઝારખંડના કારીગરવર્ગના ઉત્થાન માટે પરિવર્તન લાવવાની દિશામાં પાયાના વિશાળ પથ્થર સમાન છે અને આ રીતે જિયોમાર્ટ દ્વારા તેમના ફેલાવાને રાષ્ટ્રવ્યાપી બનાવાશે. આ સહકાર દ્વારા ગુમલા, સરાઈકેલા અને પલામાઉ જેવા ઝારખંડના નગરો તેમજ શહેરોના અસંખ્ય કારીગરોને જિયોમાર્ટ માર્કેટપ્લેસ દ્વારા યોગ્ય મંચ પૂરો પડાશે. ઝારખંડની રાજ્ય સરકારના એમ્પોરિયમ, JASCOLAMPFને હવે આરંભિક સમયે પડતી મુશ્કેલીઓને નિવારતો એક મંચ પ્રાપ્ત થશે. આ સહકાર થકી, જિયોમાર્ટના ગ્રાહકોને હવે સુપ્રસિદ્ધ લાકડાની પ્રોડક્ટ્સ, વાંસની પ્રોડક્ટ્સ, ઢોકરા કલાકૃતિઓ, ટેરાકોટાની ચીજો, લાખની બંગડીઓ, સુતરાઉ હસ્તકલા, એપ્લિક કારીગરી, ઝરદોશી વર્ક, તેસાર હાથવણાટની સાડીઓ, પુરુષોના શર્ટ, અનસ્ટીચ ડ્રેસ મટિરિયલ્સ, હસ્તકલાની બેગ, ચાદરો, ચિત્રો અને ગૃહ સુશોભનની ચીજો તથા હસ્તનિર્મિત માનવ કલાની અન્ય ઘણી વેરાઈટી જેવી GI-ટેગ ધરાવતી પ્રોડક્ટ્સ શોધવા તથા ખરીદવાની તક પ્રાપ્ત થશે.

જિયોમાર્ટની 2022માં સ્થાપના થઈ ત્યારથી તેણે રાષ્ટ્રભરના 20 હજારથી વધુ કારીગરો અને વણકરોનું સશક્તિકરણ કર્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)