જિયોમાર્ટ પર 17-19 માર્ચ દરમિયાન 3 દિવસીય ફેસ્ટિવલ ક્રાફ્ટ મેલાનું આયોજન

મુંબઈ, 16 માર્ચ: સ્વદેશી ઈ-માર્કેટપ્લેસમાંના એક રિલાયન્સ રિટેલના જિયોમાર્ટે સૌથી મોટા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સ્ટોરફ્રન્ટ્સ પૈકીના એક એવા ‘ક્રાફ્ટ મેળા’ના પ્રારંભની જાહેરાત કરી છે. સ્થાનિક કળાત્મક કારીગરો અને વણકરો ‘મેડ ઈન ઈન્ડિયા’ ઉત્પાદનો ગ્રાહકો સમક્ષ પ્રદર્શિત કરી શકે તે માટે અને કારીગરોને સશક્ત બનાવવાના જિયોમાર્ટના મૂળ વિઝનને ધ્યાનમાં રાખીને જિયોમાર્ટે તેના પ્લેટફોર્મ પર વિશિષ્ટ રીતે પ્રચાર કરીને ભારતના હસ્તકળાના સમૃદ્ધ વારસાને મહત્વ આપ્યું છે. આ મેળામાં ગ્રાહકોને ઑફલાઇન પ્રદર્શનના ઑનલાઇન સંસ્કરણની મુલાકાત લેવાની તક મળશે, જ્યાં તેઓ ભારતીય હસ્તકળા વિશે શીખશે અને 17-19 માર્ચ દરમિયાન અનન્ય ઉત્પાદનોનું પ્રદર્શન માણીને આનંદિત થશે. ક્રાફ્ટ મેળા દ્વારા જિયોમાર્ટ ભારતના 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 10,000થી વધુ કારીગરો અને વણકરોના જીવનને પ્રભાવિત કરશે. જિયોમાર્ટ પહેલેથી જ 600થી વધુ વિક્રેતાઓ અને માસ્ટર કારીગરોને તેના પ્લેટફોર્મ પર લાવી ચૂક્યું છે. ગ્રાહકો તમામ પ્રદેશોના 85,000થી વધુ ઉત્પાદનોમાંથી તેમની પસંદ કરી શકે છે.
ત્રણ દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલ દરમિયાન જિયોમાર્ટ પર ભારતીય વણકરો અને કારીગરો દ્વારા તૈયાર કરાયેલી અપ્રતિમ કારીગરી ઓફર કરતી જટિલ ડિઝાઇન સાથેની અધિકૃત મર્ચેન્ડાઇઝની વ્યાપક શ્રેણી મોજૂદ હશે. તેમાં ઓડિશાની સંબલપુરી સાડીઓ, કેરળની કસાવુ સાડીઓ, જયપુરની બ્લોક પ્રિન્ટેડ બેડશીટ્સ, મધુબની પેઇન્ટિંગ્સ, ધોકરા આર્ટવર્ક, જોધપુરના પ્રસિદ્ધ લાકડામાંથી બનેલી ઘરની સજાવટની કૃતિઓ, લખનઉની હાથ વડે તૈયાર થયેલી સુંદર ચિકંકરીના વસ્ત્રો, ચન્નાપટના લાકડાના રમકડાં, ઇકો-ફ્રેન્ડલી અને યોગા મેટ્સ અને સામગ્રીનો તેમાં સમાવેશ થાય છે.