નવી દિલ્હી, 30 એપ્રિલઃ અમેરિકાની બેન્કિંગ કટોકટીનો ભોગ બનેલી ફર્સ્ટ રિપબ્લિક બેન્કને ઉગારવા માટે જેપી મોર્ગન અને પીએનસી ફાઈનાન્સિયલે પહેલ કરવા સાથે બેન્ક ખરીદવા માટે બીડ ભર્યા છે. ક્રાઈસિસનો ભોગ બનેલી અમેરિકાની સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્ક બાદ હવે ફર્સ્ટ રિપબ્લિક બેન્કનું સંચાલન એફડીઆઈસીએ ટેકઓવર કર્યું હતું. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્સ્ટ રિપબ્લિકની જપ્તી અને વેચાણ આ સપ્તાહના અંતમાં જ આવી શકે છે, અખબારે આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને અહેવાલ આપ્યો છે.

જો બેન્ક રીસીવરશીપમાં આવે છે, તો તે તાળા વાગનારી અમેરિકાની ત્રીજી બેન્ક હશે. યુએસ બેન્કિંગ રેગ્યુલેટર દ્વારા જપ્તીની અટકળોને કારણે શુક્રવારે ન્યૂયોર્કના વિસ્તૃત ટ્રેડિંગમાં ફર્સ્ટ રિપબ્લિક બેન્કના શેરમાં 54% સુધીનો ઘટાડો થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં બેન્કના શેરમાં 97% ઘટાડો થયો છે.

11 બેન્કોના જૂથે માર્ચમાં ફર્સ્ટ રિપબ્લિકમાં $30 અબજ જમા કરાવ્યા હતા જેથી તેને ઉગારવા માટે વધુ સમય મળી શકે. જેમાં JPMorgan Chase & Co, Citigroup, Bank of America, Wells Fargo, Goldman Sachs અને Morgan Stanleyનો સમાવેશ થાય છે.

જોકે, જે સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્ક પાછળ આશરે $23 અબજ ખર્ચ કર્યા પછી ઉદ્યોગ પર વિશેષ મૂલ્યાંકન કરવાનું પહેલેથી જ આયોજન કરી રહ્યું હોવાથી રિસીવરશિપથી FDICના ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ફંડને મલ્ટિબિલિયન-ડોલરનો ફટકો પડશે.