અમદાવાદ, 8 સપ્ટેમ્બરઃ જ્યુપીટર લાઈફ લાઈન હોસ્પિટલનો આઈપીઓ આજે અંતિમ દિવસે કુલ 64.80 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 181.89 ગણો, એનઆઈઆઈ 36 ગણો અને રિટેલ પોર્શન 8 ગણો ભરાયો હતો.

કંપનીએ રૂ. 695થી 735ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 869.08 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના રજૂ કરી હતી. જેની સામે કુલ રૂ. 39797.34 કરોડના બિડ ભરાયા હતા. આઈપીઓના શેર એલોટમેન્ટ 13 સપ્ટેમ્બરે અને લિસ્ટિંગ 18 સપ્ટેમ્બરે થવાની શક્યતા છે.

IPO Subscription At A glance:

વિગતસબ્સ્ક્રિપ્શન (ગણો)
ક્યુઆઈબી181.89
એનઆઈઆઈ36
રિટેલ8

ગ્રે પ્રિમિયમઃ Jupiter Life Lineના આઈપીઓ માટે રૂ. 280 ગ્રે પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. અર્થાત ગ્રે માર્કેટના આધારે લિસ્ટિંગ 38થી 45 ટકા પ્રિમિયમે થવાનો આશાવાદ છે.