અમદાવાદ, 27 ડિસેમ્બર : ટીએમટી બાર્સ (ઇન્ટેલિજન્ટ સ્ટીલ) ઉત્પાદક કંપની KAY2 Xenoxએ ગુજરાતમાં તેની સ્ટીલ ટીએમટી બાર્સની તેની ઉત્પાદન ક્ષમતા 1,00,000 લાખ એમટીથી વધારીને આગામી એક વર્ષમાં વાર્ષિક 1,20,000 એમટી કરવાની યોજના ધરાવે છે. કંપનીનું રાજ્યમાં 250થી વધુ ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સનું નેટવર્ક છે. KAY2 Xenoxના ડાયરેક્ટર સુનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે રાજ્યમાં અમારા વિસ્તરણની વ્યૂહરચના સાથે આગળ વધી રહ્યાં છીએ તથા તેના ઉપર સતત કામ કરી રહ્યાં છીએ. ગુજરાત વૃદ્ધિની જબરદસ્ત તકો સાથે ઉભરી રહ્યું છે અને તેણે માળખાકીય વિકાસ તરફ નોંધપાત્ર પ્રગતિ કરી છે.”

KAY2 ટીએમટી બાર્સની પ્રીમિયમ બ્રાન્ડ KAY2 Xenox ટીએમટી વિશિષ્ટ રીબ ડિઝાઇન ઓફર કરે છે, જે હેક્સાગોનલ પેટર્નમાં કોંક્રિટ સાથે ઉત્તમ જોડાણ આપે છે. ઇન્ટેલિજન્ટ સ્ટીલ તરીકે ઓળખાતા KAY2 Xenoxની એમઇએસએચ ગ્રીપ, 200 ટકા વધુ બંધન ક્ષમતા તથા બેજોડ ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝ સાથે તે તમામ સમકાલીન બાંધકામની આવશ્યકતાઓ માટે આદર્શ છે. હાઇગ્રેડ પ્યોર Fe 500 અને 500ડીના ઉપયોગથી બનાવાયેલા ટીએમટી બાર્સ બાંધકામમાં 20 ટકા સુધી સ્ટીલની બચત કરે છે અને બીઆઇએસ સ્ટાન્ડર્ડ મૂજબ ઉત્તમ ગુણવત્તા ડિલિવર કરે છે.