અમદાવાદઃ KFIN ટેકનોલોજીસ લિમિટેડએ કંપનીના સૂચિત IPO અગાઉ 44 એન્કર રોકાણકારોને 18,444,623 ઇક્વિટી શેરની ફાળવણી કરી છે અને ₹675 કરોડનું ફંડ એકત્રિત કર્યું છે. આ ફાળવણી ઇક્વિટી શેરદીઠ અપર પ્રાઇસ બેન્ડ ₹ 366 પર કરી છે. એન્કર રોકાણકારોને કુલ ફાળવણી કરેલા 18,444,623 ઇક્વિટી શેરમાંથી 6,967,120 ઇક્વિટી શેરની ફાળવણી કુલ 17 સ્કીમ દ્વારા 8 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને થઈ હતી.

IPO પ્રથમ દિવસે 55 ટકા ભરાયો

KFIN ટેક્નોલોજીના IPO પ્રથમ દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી કુલ 55 ટકા ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી 91 ટકા અને રિટેલ 26 ટકા ભરાયો હતો. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ કોઈ ખાસ અરજી કરી ન હતી. ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ શેરદીઠ ₹ 347 – ₹ 366 છે. લઘુતમ બિડ 40 શેર અને પછી 40 શેરના ગુણાંકમાં થશે.

 ગ્રે માર્કેટમાં કોઈ પ્રિમિયમ નહીઃ

KFIN ટેક્નોલોજીસના IPO માટે ગ્રે માર્કેટમાં કોઈ ચહલપહલ જોવા મળી નથી. ન પ્રિમિયમ કે ન ડિસ્કાઉન્ટ બોલાઈ રહ્યા છે. IPO 21 ડિસેમ્બરે બંધ થશે.

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે…. 

આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ અને જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ.

એન્કર રોકાણકારમાં સામેલ છે…..

 ટોચના સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો – જેમ કે ગોલ્ડમેન સાક્સ ફંડ્સ; નિપ્પોન લાઇફ ઇન્ડિયા ફંડ, આઇઆઇએફએલ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ, કેનેરા રોબેકો એમએફ, એક્સિસ એમએફ, આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ વગેરે અને વિદેશી ફંડો, જેમ કે ગોલ્ડમેન સાક્સ (સિંગાપોર) પીટીઇ, મોર્ગન સ્ટેન્લી એશિયા (સિંગાપોર) પીટીઇ, કોપ્ટહોલ મોરેશિયસ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, પાઇનબ્રિજ ગ્લોબલ ફંડ્સ અને પારી વોશિંગ્ટન ઇન્ડિયા માસ્ટર ફંડ લિમિટેડ.