મુંબઈ: યસ બેંકને 31 માર્ચ, 2022 સુધી મુખ્ય બાકી નીકળતી રકમ (ત્યારબાદ અત્યાર સુધી રિકવરીઓ માટે એડજસ્ટ કરેલી) કુલ રૂ. 48,000 કરોડની એની બિનકાર્યક્ષમ અસ્કયામતો (એનપીએ)ની ફાળવણી જે સી ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ (જેસી ફ્લાવર્સ એઆરસી)ને પૂર્ણ કરી છે. આ ભારતીય બેંકિંગ વ્યવસ્થામાં અત્યાર સુધી બિનકાર્યક્ષમ અસ્કયામતોનો સૌથી મોટો વ્યવહાર છે.

યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રશાંત કુમારે કહ્યું કે, બેંકની તણાવયુક્ત કે બિનકાર્યક્ષમ અસ્કયામતોનું હસ્તાંતરણ ભારતીય બેંકિંગ વ્યવસ્થામાં બિનકાર્યક્ષમ અસ્કયામતનું એકસાથે સૌથી મોટું વેચાણ છે. તાજેતરમાં મૂડીભંડોળ ઊભું કરવાની સાથે આ યસ બેંકની ટર્નએરાઉન્ટ (પરિવર્તન)ની સફરમાં વધુ એક વ્યૂહાત્મક સીમાચિહ્ન છે. આ વ્યવહારથી અમારી બેલેન્સ શીટ વધારે મજબૂત થશે, જે બેંકને ભવિષ્યના વ્યૂહાત્મક ઉદ્દેશો તરીકે વૃદ્ધિ અને નફાકારકતા પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવાની સુવિધા આપશે.

બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બે ટોચના વૈશ્વિક ખાનગી ઇક્વિટી રોકાણકારો – કાર્લાઇલ અને એડવેન્ટ ઇન્ટરનેશનલ સાથે સંલગ્ન ફંડોને પ્રેફરેન્શિયલ ઇશ્યૂ મારફતે કુલ રૂ. 8,887 કરોડ (1.1 અબજ ડોલર)ના ઇક્વિટી શેર અને ઇક્વિટી શેર વોરન્ટની ફાળવણી કરવાની મંજૂરી આપી હતી. આ ઇશ્યૂને પગલે બંને રોકાણકારો બેંકની પોસ્ટ-ઇશ્યૂ પેઇડ અપ શેર મૂડીમાં 9.99 ટકા-9.99 ટકા હિસ્સો ધરાવે છે.