કનુ જે દવે. અમદાવાદઃ અમાસના દિવસની ભાવની વધ-ઘટનું વિશેષ મહત્વ છે તેથી બજારમાં ટ્રેડીંગ, ટૂંકાગાળાનું રોકાણ કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અમાસનું અનેરૂ મહત્વ છે. ઉદાહરણ સાથે સમજીએ તો….

19-02-23ને રવિવારના રોજ  16ક લાક 19 મિનિટથી અમાસ બેઠી અને સોમવાર તા 20-02-23ના રોજ 12કલાક 36 મિનિટ સુધી રહી. તે સમય દરમિયાનના ઊંચા-નીચા ભાવ નોંધી લેવા. તેથી નિફ્ટી ફ્યુચરનો  અમાસનો હાઇ 18015, લો 17905 અને મિડ રેન્જ 17960 થઇ.અમાસ પૂરી થયાના સમય પછી જો ભાવ અમાસના હાઇ ભાવથી ઉપર જાય તો લેણ કરવું. જો લો ભાવથી નીચે જાય તો વેચાણ કરવું. આપણા કેસમાં અમાસની લો રેન્જ 17905થી ભાવ 12કલાક 40મિનિટે એ નીચે ગયો તેથી 17900માં નિફ્ટી ફ્યુચરનાં બે લોટ વેચી એકનો સ્ટોપલોસ 18015 અને બીજા લોટનો સ્ટોપલોસ 17960 રાખ્યો. 20મી તારીખે બંધ 17862.65 રહ્યું. 20મી તારીખની અમાસની રેન્જના લો ભાવ 17905નો સ્ટોપલોસ એક  લોટનો કર્યો અને બીજા લોટનો 17960 કર્યો. બીજા દિવસે એટલે કે 21-02-23ના રોજ એક સ્ટોપલોસ ટ્રીગર થઇ ગયો. અને બીજો લોટ ઊભો રહ્યો. બંધ ભાવ 17840.10 આવતા આ લોટનો સ્ટોપલોસ 17905 કર્યો. 22મીએ બંધ 17566.90 રહ્યો તેથી અમાસની રેન્જ 110*2.5 બરાબર 275 પોઇન્ટ સ્ટોપલોસ નીચે લાવ્યા એટલે કે સ્ટોપલોસ 17630નો કર્યો.  23મીએ બંધ આવ્યું 17512.05 તેથી સ્ટોપલોસ ઘટાડીને 17520 કર્યો. 24-02-23ના રોજ આ સ્ટોપલોસ ટ્રીગર થઇ ગયો તેથી બાકીનો એક લોટ પણ સરખો થઇ ગયો. આમ બંન્ને લોટમાંથી 1 લાનો સ્ટોપલોસ જલ્દી ટ્રીગર થયો તો પણ બીજા લોટમાં એ લોસ સરભર કર્યાં પછી રૂ. 4000નો ફાયદો થયો. માત્ર 4-5 દિવસમાં જ અંદાજે લાખ-દોઢ લાખનું મારજીન ભરીને. આ છે અમાસની થિયરીની કમાલ! (લેખકઃ વરિષ્ઠ પત્રકાર, ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ તેમજ જ્યોતિષના સારા જાણકાર પણ છે)