મુંબઈ, 12 ફેબ્રુઆરીઃ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ટેકનોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરે છે જે રોકાણકારોને ડાયનેમિક અને ઝડપથી ઊભરી રહેલા ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ લેવાની આકર્ષક તક પૂરી પાડે છે.

ટેક્નોલોજીમાં મોટાપાયે ક્રાંતિ આવી છે. ભારતીય કંપનીઓ નવા ટેક માહોલમાં સારી સ્થિતિમાં છે, જેમાં કંપનીઓ ક્લાઉડ, એઆઈ, ફિનટેક, સાયબર સિક્યોરિટી કે પછી એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવી ન્યૂ એજ સર્વિસીઝમાં તેમની ઓફરિંગ્સ વિસ્તારી રહી છે. ડેટા ક્રાંતિમાં ભારતનું નેતૃત્વ નોંધપાત્ર બજાર તકો પૂરી પાડે છે.

કેએમએએમસીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે “ટેક્નોલોજીમાં રોકાણ હવે કોઈ પસંદગી નથી પરંતુ ઝડપથી ઊભરતા વૈશ્વિક ક્ષેત્રે આગળ રહેવાનો એક માર્ગ છે. ટેક્નોલોજી ભારતની ગ્રોથ સ્ટોરીને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કોટક ટેક્નોલોજી ફંડ ટેક્નોલોજી સેક્ટરના વધી રહેલા મહત્વ સાથે જોડાય છે અને રોકાણકારોને તેની વિકાસ સંભાવનામાં ભાગ લેવાનો માર્ગ પૂરો પાડે છે.”

વાજબી વેલ્યુએશન સાથે વિકાસ દર્શાવી રહેલી કંપનીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ફંડ બોટમ-અપ સ્ટોક પસંદગી અભિગમ અપનાવે છે જે માર્કેટ કેપની કોઈ મર્યાદા વિના ઇન-હાઉસ રિસર્ચ પર આધારિત છે.

કોટક ટેક્નોલોજી ફંડના ફંડ  મેનેજર અને હેડ-ઇક્વિટી રિસર્, કેએમએએમસી સુશ્રી શિબાની કુરિયને જણાવ્યું હતું કે “આ સેક્ટર અનેક નવી ટેક્નોલોજીના ઉદભવ, રોજબરોજના જીવનમાં વધી રહેલો વપરાશ અને એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજી અપનાવવાના લીધે આ સેક્ટર વિકાસના માર્ગે છે. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે પણ ભારતીય આઈટી કંપનીઓએ માર્જિન પર્ફોર્મન્સ, ઊંચી આરઓઈ પ્રોફાઇલ અને ઊંચા ડિવિડન્ટ પેઆઉટ સાથે મજબૂત કેશ ફ્લો આપ્યા છે, અમારું લક્ષ્ય આ ટ્રેન્ડનો લાભ લેવાનો જ નહીં પરંતુ તેમાં કુશળતાપૂર્વક આગળ વધવાનો છે જે કોટક ટેક્નોલોજી ફંડ સાથે લાંબા ગાળા માટે અમારા રોકાણકારો માટે મૂલ્ય સર્જનને પ્રોત્સાહન આપશે.”

કોટક ટેક્નોલોજી ફંડની ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 12 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે અને 26 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુતમ રૂ. 100 અને ત્યારબાદ ગમે તે રકમથી તેમાં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત રોકાણકારો પાસે રૂ. 100 અને ત્યારબાદ ગમે તેટલી રકમથી શરૂ થતી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી રોકાણ કરવાનો પણ વિકલ્પ છે.