KP ગ્રીન એન્જિનિયરિંગે SME IPO DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 3 ફેબ્રુઆરી : કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ ગુજરાત સ્થિત કેપી ગ્રુપનો એક હિસ્સો છે અને કંપની ફેબ્રિકેટેડ તથા હોટ-ડિપ ગેલ્વેનાઈઝડ સ્ટીલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીએ પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવાના ધ્યેય સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સમક્ષ તેનું ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઈલ કર્યું છે.
આ આઈપીઓ રૂ. 5 પ્રતિ શેરના મૂળ કિમતના ઈક્વિટી શેર્સનો છે અને તે 13.16 મિલિયન સુધીના સંપૂર્ણપણે નવા જ શેર્સ માટેનો છે, તેમાં ઓફર ફોર સેલનો કોઈ હિસ્સો નથી.
આ ઈસ્યુ બુક બિલ્ડીંગ પ્રોસેસના માધ્યમથી રજૂ કરાઈ રહ્યો છે, જેમાં ચોખ્ખા ઈસ્યુના 50% થી વધુ નહીં એટલો હિસ્સો પ્રમાણસરના ધોરણે ક્વોલિફાઈડ સંસ્થાકિય ખરીદારોને માટે પ્રાપ્ય રહેશે, ચોખ્ખા ઈસ્યુનો 15% થી ઓછો નહીં એટલો હિસ્સો બિન સંસ્થાકિય રોકાણકારોને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે અને ચોખ્ખા ઈસ્યુનો 35% થી ઓછો નહીં એટલો હિસ્સો રીટેઈલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે.
ઇશ્યૂ માટેના મુખ્ય હેતુઓ
નવા ઈસ્યુના માધ્યમથી એકત્ર થનારા રૂ. 156.14 કરોડ રૂપિયાનો ઉપયોગ હાલની ઉત્પાદન ક્ષમતાઓના વિસ્તરણ માટે એક નવા ઉત્પાદન એકમની સ્થાપના કરવા, હાલના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ માટે જરૂરી મૂડી ખર્ચ માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે થશે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ
ડૉ. ફારૂકભાઈ ગુલામભાઈ પટેલ દ્વારા સ્થાપવામાં આવેલી કેપી ગ્રીન એન્જિનિયરિંગ રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં 15 વર્ષથી વધુની એક્સપર્ટીઝ ધરાવે છે. કંપની ફેબ્રિકેટેડ તથા હોટ-ડિપ ગેલ્વેનાઈઝડ સ્ટીલની આઈટમ્સના ઉત્પાદનમાં સ્પેશિયલાઈઝેશન ધરાવે છે. કંપની ગુજરાતના વડોદરામાં ડભાસા ખાતે 200,000 ચો. ફૂટ વિસ્તારમાં વિશાળ ઉત્પાદન સુવિધાનું સંચાલન કરે છે જે સીએનસી મશીનરી તથા અન્ય ઉપકરણોથી સજ્જ છે.
કંપનીનું આયોજન ભરૂચના માતર ખાતે તેના નવા આકાર લઈ રહેલા ઉત્પાદન પ્લાન્ટ દ્વારા પોતાના હાલના કારોબાર તથા પ્રોડક્ટ લાઈનના વિસ્તરણનું છે. આ નવી સુવિધા 2,90,000 મે. ટનથી વધુની ક્ષમતાની રહેશે અને કંપનીની હાલની 53,000 મે. ટનની ક્ષમતા કરતાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
કેપી ગ્રીન એન્જિનિયરિંગે નાણાંકિય વર્ષ FY 23માં રૂ. 12.40 કરોડનો નફો હાંસલ કર્યો હતો, જે અગાઉના વર્ષના રૂ. 4.54 કરોડ કરતાં ઘણો વધારે હતો. અગાઉના વર્ષની રૂ. 77.70 કરોડની તુલનાએ FY 23માં આવકો નોંધપાત્ર વૃદ્ધિ સાથે રૂ. 114.21 કરોડની થઈ હતી, જે 46.98% નો વધારો દર્શાવે છે31 ડિસેમ્બર, 2023ના રોજ પુરા થયેલા નવ મહિના માટે કારોબારની આવકો રૂ. 103.93 કરોડની તથા કરવેરા પછીનો નફો રૂ. 11.27 કરોડનો થયો હતો.
લીડ મેનેજર્સઃ બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યુના એકમાત્ર લીડ મેનેજર્સ તથા બિગશેર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યુના રજીસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)