અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે રૂ. 10,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને બીસીપી ટોપ્કો સેવન પીટીઈ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. 40,000 મિલિયન સુધીની વેચાણ ઓફર સહિતના સૂચિત IPO માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. જૂન, 2019થી બીસીપી ટોપ્કો જે પ્રમોટર છે અને બ્લેકસ્ટોન ગ્રુપ ઇન્કોર્પોરેશન (સંયુક્તપણે બ્લેકસ્ટોન)ના સહયોગીઓ દ્વારા સલાહ મુજબના અનેઅથવા મેનેજ થતા ફંડનું સહયોગી છે, તે ઓફર પહેલા ઇશ્યૂ થયેલા, સબ્સ્ક્રાઇબ કરેલા અને પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના 98.7 ટકા હિસ્સો ધરાવે છે.

ઇશ્યૂ માટેના મુખ્ય ઉદ્દેશ્યો

કંપની ઇશ્યૂથી મળનારી કુલ આવકનો ઉપયોગ આ મુજબ કરવાની દરખાસ્ત કરે છેઃ (1) હવે પછીના ધિરાણ માટે જરૂરી ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા અને (2) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

કંપની ભારતમાં ઓછી આવકના હાઉસિંગ સેગમેન્ટ (જેની ટિકિટ સાઇઝ રૂ. 1.5 લાખ કરતા ઓછી છે) પર ધ્યાન કેન્દ્રિત કરતી એચએફસી છે અને ક્રિસિલના મતે 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થતા છ મહિના માટે અમારા એનાલિસીસ કરેલા સમકક્ષોમાં સૌથી વધુ એયુએમ અને નેટ વર્થ ધરાવીએ છીએ. તે રહેઠાણ માટેની પ્રોપર્ટી ખરીદવા અને બાંધકામ કરવા માટેની લોન, ઘરમાં સમારકામ કરવા તથા વિસ્તરણ માટેની લોન અને કોમર્શિયલ પ્રોપર્ટી બાંધવા તથા હસ્તગત કરવા માટેની લોન સહિત વિવિધ મોર્ગેજ સંબંધિત લોન પ્રોડક્ટ્સ ઓફર કરે છે. તે 30 સપ્ટેમ્બર, 2023ના રોજ 91 સેલ્સ ઓફિસ સહિત 471 બ્રાન્ચ*નું વિસ્તૃત નેટવર્ક ધરાવે છે. 30 સપ્ટેમ્બર, 2022 અને સપ્ટેમ્બર 30, 2023ના રોજ કંપનીની લોનની સરેરાશ ટિકિટ સાઇઝ રૂ. 0.9 મિલિયન હતી, જેની સરેરાશ લોન-ટુ-વેલ્યુ અનુક્રમે 57.6% અને 58.1% હતી.

લીડ મેનેજર્સઃ ICICI સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ, કોટક મહિન્દ્રા કેપિટલ, નોમુરા ફાઇનાન્શિયલ એડવાઈઝરી અને SBI કેપિટલ માર્કેટ્સ.