અમદાવાદ, 22 ડિસેમ્બરઃ આઝાદ એન્જિનિયરિંગ લિ.નો રૂ. 740 કરોડનો આઈપીઓ આજે બંધ થવા જઈ રહ્યો છે. કંપનીએ રૂ. 499-524ની પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. માર્કેટ લોટ 28 શેર્સ માટે અરજી કરી શકાશે. આઝાદ એન્જિનિયરિંગનો આઈપીઓ ઈશ્યૂ કુલ બે દિવસમાં કુલ 11.59 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 11.76 ગણા બીડ ભર્યા છે. એનઆઈઆઈ પોર્શન 24.36 ગણો અને ક્યુઆઈબી પોર્શન 1.53 ગણો ભરાયો છે.

Azad Engineering IPOના શેર એલોટમેન્ટ 26 ડિસેમ્બરે અને લિસ્ટિંગ 28 ડિસેમ્બરે થશે. ગ્રે માર્કેટમાં આ આઈપીઓની રૂ. 524 ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 350 પ્રીમિયમ ચાલી રહ્યા છે. જે લિસ્ટિંગ ગેઈન 67 ટકાથી વધુ રહેવાનો સંકેત આપે છે. કંપની ફ્રેશ ઈશ્યૂ હેઠળ રૂ. 240 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ રૂ. 500 કરોડ એકત્ર કરી રહી છે. પરિણામે પ્રમોટર્સનો હિસ્સો લિસ્ટિંગ બાદ 78.61 ટકાથી ઘટી 56.38 ટકા થશે.

 વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓ ટીપ્સ

રિવ્યુઅરરેટિંગ
Ajcon Global ServicesApply
BP EquitiesApply
Canara Bank SecuritiesApply
Capital MarketMay Apply
Hem SecuritiesApply
Indsec SecuritiesApply
Nirmal BangApply
Reliance SecuritiesApply
SBICAP SecuritiesNot Rated
Swastika InvestmartApply
Ventura SecuritiesApply
Way2Wealth SecuritiesApply

કંપની તેના સેગમેન્ટમાં એક વિશિષ્ટ ખેલાડી છે અને વર્ચ્યુઅલ મોનોપોલી ધરાવતી હોવાની સાથે ટોપ લાઈનમાં સતત વૃદ્ધિ નોંધાવી હતી. FY23 માટે બોટમ લાઇનમાં ભારે ઘટાડો નવા એકાઉન્ટિંગ ધોરણો મુજબ વન-ટાઇમ એડજસ્ટમેન્ટને આભારી છે. FY24 વાર્ષિક કમાણીના આધારે ઈશ્યૂ પ્રાઈસ યોગ્ય છે. ઉજ્જવળ ભાવિની સંભાવનાઓને ધ્યાનમાં રાખી રોકાણકારોને મધ્યમથી લાંબાગાળા માટે રોકાણ કરવા સલાહ આપી રહ્યા છે. આ સેગમેન્ટમાં અગાઉ MTAR, Paras Defenceના આઈપીઓમાં રોકાણકારોને મબલક રિટર્ન પ્રાપ્ત થયું છે. જો કે, એપલ-ટુ-એપલ બેઝિસ પર સરખામણી શક્ય નથી. સંરક્ષણ ક્ષેત્રે સરકારના પ્રોત્સાહનો પણ ગ્રોથ માટે આભારી રહેશે.

કંપની વિશેઃ આઝાદ એન્જિનિયરિંગ છેલ્લા 40 વર્ષથી એરોસ્પેસ કોમ્પોનન્ટ્સ અને ટર્બાઈનના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. જે ડિફેન્સ, એરોસ્પેસ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડસ્ટ્રીઝમાં ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સને પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે. કંપની મજબૂત ફંડામેન્ટલ્સ પણ ધરાવે છે.

કંપની પાસે હૈદરાબાદ, તેલંગાણા, ભારતમાં ચાર ઉત્પાદન સુવિધાઓ છે. આ પ્લાન્ટ ખાતે હાઈ પ્રિસિજન ફોર્જ્ડ અને મશીન કોમ્પોનન્ટ્સ બને છે. કુલ ઉત્પાદન વિસ્તાર આશરે 20,000 ચોરસ મીટર છે. કંપની તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લાના તુનિકી બોલારામ ગામ અને તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના મંગમપેટ ગામમાં વધુ બે ઉત્પાદન એકમો સ્થાપવાનું પણ આયોજન કરી રહી છે. આ પ્લાન્ટ્સનો કુલ ઉત્પાદન વિસ્તાર અનુક્રમે 94,898.78 અને 74,866.84 ચોરસ મીટર હશે.

આઝાદ એન્જિનિયરિંગનું મુખ્ય મથક હૈદરાબાદ, તેલંગાણા, ભારતમાં છે અને 201-500 લોકોને રોજગારી આપે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)