અમદાવાદ, 24 એપ્રિલ: ગુજરાતમાં ભાવનગર સ્થિત ખડસાલિયા લિગ્નાઇટ માઈન્સ GHCLને ભારત સરકારના કોલસા મંત્રાલય ((મીનીસ્ટ્રી ઓફ કોલ) દ્વારા “5 સ્ટાર’ રેટિંગ” આવ્યું છે. ખડસલીયા લિગ્નાઇટ માઇન્સ, ભાવનગરે 16મો ક્રમ હાંસલ કરતા, ‘5 સ્ટાર’ રેટિંગ મેળવનાર ગુજરાત રાજ્યની પ્રથમ લિગ્નાઇટ ખાણ બની છે. કોલસા મંત્રાલય, (મીનીસ્ટ્રી ઓફ કોલ) દ્વારા ભારતમાં લિગ્નાઈટ/કોલસાની ખાણો માટેની સ્ટાર રેટિંગ નીતિ ઓપનકાસ્ટ ખાણોના કિસ્સામાં 59 મૂલ્યાંકન માપદંડોના આધારે દેશમાં કોલસા અને લિગ્નાઇટની વિવિધ ખાણોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ માપદંડો પર્યાવરણ, આર્થિક કામગીરી, અનુપાલન, સલામતી અને સુરક્ષા, અને પુનર્વસન તથા ટેકનોલોજી અને શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા સાથે સંબંધિત છે.

GHCLના એમડી આર એસ જલનએ જણાવ્યું હતું કે, જીએચસીએલ સામાજિક અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર સંસ્થા છે અને તે નવીનતા અને સસ્ટેનેબલ ગ્રોથ માટે પ્રતિબદ્ધ છે.

GHCL સોડા એશ (સોડિયમ કાર્બોનેટ)નું ઉત્પાદન કરે છે, જે ડિટર્જન્ટ અને ગ્લાસ ઉદ્યોગ તથા સોડિયમ બાયકાર્બોનેટ (બેકિંગ સોડા) માટે નો મુખ્ય કાચો માલ છે. ડિમર્જર દ્વારા તેણે તેના સ્પિનિંગ વ્યવસાયને જીએચસીએલ ટેક્સટાઇલ્સ લિમિટેડમાં અલગ કર્યો છે, જે ફાઇબર (યાર્ન) નું ઉત્પાદન કરવાનું ચાલુ રાખશે, જેને  સ્થાનિક ગ્રાહકોને વેચવામાં આવશે તેમજ વિશ્વભરમાં નિકાસ કરવામાં આવશે.