લિંકન ફાર્માસ્યુટિકલ્સનો ત્રિમાસિક નફો રૂ. 23.67 કરોડ, વાર્ષિક ધોરણે 24.51 ટકાનો વધારો
અમદાવાદ, 8 ઓગસ્ટ: લિંકન ફાર્માસ્યુટિકલ્સે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળા માટે ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 23.67 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે અગાઉના નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 19.01 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 24.51 ટકાનો વધારો દર્શાવે છે. જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે કુલ આવકો રૂ. 157.69 કરોડ હતી જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 143.31 કરોડની કુલ આવક કરતાં વાર્ષિક ધોરણે 10.03 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 33.14 કરોડ નોંધાઈ હતી જેની સામે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. 28.41 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 16.65 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઈપીએસ શેરદીઠ રૂ. 11.37 રહી હતી.
Financial Highlights (Standalone) (Amount in Cr except EPS)
Q1 FY25 | Q1 FY24 | Y-O-Y | FY24 | FY23 | Y-O-Y | |
Total Income | 157.69 | 143.31 | 10.03% | 614.97 | 532.78 | 15.43% |
EBITDA | 33.14 | 28.41 | 16.65% | 134.33 | 111.68 | 20.28% |
Profit before Tax | 29.48 | 25.45 | 15.83% | 122.24 | 100.48 | 21.66% |
Net Profit | 23.67 | 19.01 | 24.51% | 93.30 | 72.90 | 27.98% |
E.P.S (Rs.) | 11.82 | 9.49 | 24.55% | 46.58 | 36.40 | 27.97% |
નાણાંકીય વર્ષ 2024 દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 28.6 ટકા વધીને રૂ. 93.37 કરોડ રહ્યો હતો, એબિટા 20.3 ટકા વધીને રૂ. 134.33 કરોડ રહી હતી અને કુલ આવક 15.43 ટકા વધીને રૂ. 614.97 કરોડ થઈ હતી. નાણાંકીય વર્ષ 2024 માટે કંપનીએ સર્વોચ્ચ આવક, એબિટા અને ચોખ્ખા નફા સાથે અત્યાર સુધીના નાણાંકીય વર્ષના સર્વોચ્ચ અને શ્રેષ્ઠ પરિણામો જાહેર કર્યા હતા.
લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચોક્કસ વિકાસ વ્યૂહરચનાઓ અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ માટે બિઝનેસની વિસ્તરણની યોજનાઓ તથા નવા માર્કેટ્સમાં વિસ્તરણ સાથે કંપની નાણાંકીય વર્ષ 2026માં રૂ. 750 કરોડની આવકનો લક્ષ્યાંક રાખી રહી છે. જૂન, 2024 સુધીમાં ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (એફઆઈઆઈ) કંપનીમાં તેમનો હિસ્સો જૂન, 2023માં 1.74 ટકાથી વધારીને 3.95 ટકા કર્યો હતો.
છેલ્લા 5 વર્ષોમાં કંપનીએ નફામાં 13 ટકા સીએજીઆર અને વેચાણમાં ઉચ્ચ સિંગલ ડિજિટ વૃદ્ધિ નોંધાવી છે. કંપની તેના નફાના માર્જિનને નાણાંકીય વર્ષ 2019માં આશરે 13 ટકાથી વધારીને નાણાંકીય વર્ષ 2024માં 16 ટકાથી વધુ કરવામાં સફળ રહી છે. નાણાંકીય વર્ષ 2013થી નાણાંકીય વર્ષ 2023માં દર વર્ષે નફામાં વૃદ્ધિ હાંસલ કરનારી ખૂબ જ ઓછી કંપનીઓમાં પણ તે સ્થાન ધરાવે છે. મોર્નિંગસ્ટારના વિશ્લેષણ મુજબ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં 4,200થી વધુ લિસ્ટેડ કંપનીઓમાંથી તે આવી માત્ર 16 કંપનીઓમાં સામેલ છે.