Q3/
24
Q3/
23
YOY
(%)
9/
Y24
9/
Y23
YOY
(%)
Income157.5140.1212.38%465.46416.3911.8%
EBITDA40.533.0922.91%108.9391.1019.6%
PbT37.7130.5223.56%100.0283.4719.8%
Net
Profit
28.0421.6129.75%74.7160.3423.8%
EPS
(Rs.)
14.0010.7929.75%37.3030.1223.8%
(આંકડા રૂ. કરોડ, ઇપીએસ રૂ.)

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ

લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 29.75 ટકા વૃદ્ધિ સાથે રૂ. 28 કરોડ (રૂ. 21.6 કરોડ) નોંધાવ્યો છે. કુલ આવકો 12.4 ટકા વધી રૂ. 157.5 કરોડ (રૂ. 140.1 કરોડ) થઇ છે. કંપનીએ એબીટા 22.9 ટકા વૃદ્ધિ સાથે રૂ. 40.7 કરોડ (રૂ. 33.1 કરોડ) નોંધાવી છે. કંપનીની શેરદીઠ કમાણી (ઇપીએસ) રૂ. 14 થઇ છે.

કંપનીએ ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા 9M FY24 માટે રૂ. 100 કરોડનો કર પહેલાંનો નફો (PBT) હાંસલ કર્યો હતો, જે નાણાકીય વર્ષ 23 ના સંપૂર્ણ 12 મહિના માટે પ્રાપ્ત રૂ. 100.5 કરોડના PBTના આંકડાની નજીક છે. ડિસેમ્બર 2023માં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ કંપનીમાં તેમનું હોલ્ડિંગ વધારીને 3.22% કર્યું હતું. ડિસેમ્બર 2022માં કંપનીમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ 1.44% હતું. નવીનતા અને વિસ્તરણ પર કંપની ભાર મૂકવા સાથે 1,700થી વધુ રજિસ્ટર્ડ પ્રોડક્ટ્સ અને વિવિધ તબક્કા હેઠળની વધારાની 700 પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો ધરાવે છે. નાણાંકીય વર્ષ 2024માં કંપનીનો ધ્યેય લાઇફસ્ટાઇલ, ક્રોનિક, વિમેન્સ હેલ્થકેર અને ડર્મેટોલોજી સેગમેન્ટ્સમાં તેના પોર્ટફોલિયોને મજબૂત બનાવવીને એક્યુટ કેરમાં તેની પ્રસ્થાપિત હાજરીને પૂરક બનાવવાનો છે. નાણાંકીય વર્ષ 2023માં તેણે સ્થાનિક સ્તરે 18 પ્રોડક્ટ્સ રજૂ કરી હતી અને 130થી વધુ એક્સપોર્ટ ડોઝિયર સબમિટ કર્યા હતા.

લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મજબૂત વૃદ્ધિ વ્યૂહરચનાઓ, પ્રોડક્ટ્સ તથા માર્કેટ્સ માટેની વિસ્તરણ યોજનાઓ અને ઓપરેશનલ કાર્યક્ષમતા પર ધ્યાન આપીને અમે નાણાંકીય વર્ષ 2026માં રૂ. 750 કરોડની આવકનો લક્ષ્યાંક રાખીએ છીએ. કંપનીએ ગુજરાતના મહેસાણામાં સેફાલોસ્પોરિન પ્લાન્ટનું વિસ્તરણ પૂરું કર્યું છે અને તેનું વ્યવસાયિક ઉત્પાદન શરૂ થઈ ગયું છે. વિવિધ દેશોમાં નિકાસ માટે પ્રોડક્ટના રજિસ્ટ્રેશનની યોજના અમલમાં છે. જેમાં આગામી 3 વર્ષમાં લગભગ રૂ. 150 કરોડના વેચાણની સંભાવના છે.
છેલ્લા પાંચ વર્ષોમાં કંપનીએ નફામાં 16% સીએજીઆર અને વેચાણમાં ઊંચો સિંગલ ડિજિટ ગ્રોથ નોંધાવ્યો છે. કંપની નાણાંકીય વર્ષ 2018માં લગભગ 9.9%ના તેના પ્રોફિટ માર્જિનને વધારીને નાણાંકીય વર્ષ 2023માં 14.9% કરતા વધુ લઈ જવામાં સફળ રહી છે. લિંકન ફાર્મા ગુજરાતના અમદાવાદમાં ખાત્રજ ખાતે અત્યાધુનિક ઉત્પાદન એકમ ધરાવે છે.