અમદાવાદ, 25 એપ્રિલ: પિકઅપ બ્રાન્ડ બોલેરો પિક-અપના નિર્માતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ (M&M) તેની ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ લોન્ચ કરી છે. રૂ. 7.85 લાખની (એક્સ-શોરૂમ) કિંમતથી શરૂ થતી ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જને ગ્રાહકો અને ઓપરેટરોને અભૂતપૂર્વ મૂલ્ય પૂરું પાડતા શક્તિશાળી ફીચર્સ અને પ્રદર્શન પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. હળવા, વધુ કોમ્પેક્ટ અને વર્સેટાઈલ ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ પેલોડ ક્ષમતા, ઇંધણ કાર્યક્ષમતા, સલામતી અને એકંદર ડ્રાઇવિંગ અનુભવ માટે નવા બેન્ચમાર્ક સેટ કરે છે. તે પહેલાં કરતાં વધુ મૂલ્ય પ્રદાન કરવા માટે સ્માર્ટ એન્જિનિયરિંગનો પણ સમાવેશ કરે છે. નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ રૂ. 24,999ના ન્યૂનતમ ડાઉન પેમેન્ટ પર બુક કરી શકાય છે, મહિન્દ્રા સરળ ખરીદી અને માલિકી અનુભવ માટે આકર્ષક ધિરાણ યોજનાઓ પણ ઓફર કરે છે.

આ પ્રસંગે M&Mના ઓટોમોટિવ ડિવિઝનના પ્રમુખ વિજય નાકરાએ જણાવ્યું કે, નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ અત્યાધુનિક સુવિધાઓ, અદ્વિતીય શક્તિ, મહત્તમ પેલોડ ક્ષમતા અને ઉચ્ચ માઇલેજ પ્રદાન કરે છે. M&Mના ઓટોમેટિવ ટેક્નોલોજી એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રેસિડેન્ટ આર. વેલુસામીએ જણાવ્યું કે, ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જને શક્તિશાળી બનાવતા અત્યંત બહુમુખી નવા પ્લેટફોર્મનો વિકાસ એ મહિન્દ્રા રિસર્ચ વેલી ખાતે એન્જિનિયરોની સમર્પિત ટીમ દ્વારા ત્રણ વર્ષથી વધુના નવીનતમ કામગીરીનું પરિણામ છે. આની સફળતાના પાસાં 1.3t થી 2t સુધીની વિવિધ કાર્ગો લંબાઈ અને પેલોડ ક્ષમતાની બે સિરીઝની પ્રોડક્ટ્સ ઓફર કરવાની ક્ષમતા છે. તે ડીઝલ અને સીએનજીની પસંદગી પણ ઓફર કરે છે. અમે આ એપ્લીકેશન માટે m2Di એન્જિનને નોંધપાત્ર રીતે અપગ્રેડ કર્યું છે, જેમાં 2t સુધીના પેલોડ્સને પહોંચી વળવા માટે ટોર્ક અને પાવર વધારવામાં આવ્યો છે અને પ્રભાવશાળી ઇંધણ કાર્યક્ષમતા પણ પ્રદાન કરી છે.

20 લાખથી વધુ પિક-અપ યુનિટ્સ વેચવાનો વિક્રમ નોંધાવ્યો

મહિન્દ્રાએ આ બ્રાંડ પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં 20 લાખથી વધુ પિક-અપ યુનિટ વેચ્યા છે.

બે રેન્જમાં ઉપલબ્ધ રહેશે નવી બોલેરો મેક્સ પિક-અપ

ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ બે રેન્જમાં આવે છે – HD સિરીઝ (HD 2.0L, 1.7L અને 1.7, 1.3) અને સિટી સિરીઝ (સિટી 1.3, 1.4, 1.5 અને સિટી CNG) – અને તેને ગ્રાહકોને ઉચ્ચ કાર્યકારી અને કમાણી ક્ષમતા તેમજ સરળ અને આનંદદાયક ઓન-રોડ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

કિંમતની વિગતો (એક્સ-શોરૂમ) નીચે મુજબ છે

વિગતસિટી રેન્જએચડી રેન્જ
સિટી 1.3 LX CBCરૂ. 7.85 લાખ 
એચડી 1.7 LX CBCરૂ.  9.26 લાખ 
સિટી 1.3 LXરૂ. 7.95 લાખ 
એચડી 1.7 LXરૂ.  9.53 લાખ 
સિટી 1.4 LX CBCરૂ. 8.22 લાખ 
એચડી 1.7L LXરૂ. 9.83 લાખ સિટી 1.4 LXરૂ. 8.34 લાખ
એચડી 2.0L LX CBCરૂ.9.99 લાખ સિટી1.5 LX CBCરૂ. 8.22 લાખ
એચડી 2.0L LXરૂ. 10.33 લાખ સિટી 1.5 LXરૂ. 8.34 લાખ
સિટી CNGરૂ. 8.25 લાખ