મુંબઈ, 26 એપ્રિલ: મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડે (એમએલએલ) એ આજે 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને સંપૂર્ણ વર્ષ માટે તેના ઓડિટેડ કોન્સોલિડેટેડ નાણાંકીય પરિણામોની જાહેરાત કરી હતી. તે અનુસાર વર્ષ માટે કંપનીની આવકો રૂ. 4,141 કરોડની સરખામણીએ રૂ. 5,128 કરોડ, કરવેરા પૂર્વેનો નફો રૂ. 26 કરોડની સરખામણીએ રૂ.35 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 15 કરોડની સરખામણીએ રૂ. 25 કરોડ થયો છે.

નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીએ નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાની કામગીરી (કન્સોલિડેટેડ ધોરણે) અનુસાર કંપનીની આવકો રૂ. 1,089 કરોડની સરખામણીએ રૂ. 1,273 કરોડ, કરવેરા પૂર્વેનો નફો રૂ. 9 કરોડની સરખામણીએ રૂ. -5 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 6 કરોડથી સરખામણીએ રૂ. -1 કરોડ થયો છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 2.50 (25%)ના ડિવિડન્ડની ભલામણ કરી છે.