પીપાવાવ, 26 એપ્રિલઃ પશ્ચિમ ભારત સ્થિત પ્રમુખ ગેટવે બંદરો પૈકીના એક APM ટર્મિનલ પીપાવાવ આશરે 90 મિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે બંદરમાં નવા લિક્વિડ બર્થની સ્થાપના કરશે. હાલમાં બંદરની 2 એમએમટી લિક્વિડ બલ્ક હેન્ડલ કરવાની ક્ષમતા છે. નવા બર્થ સાથે બંદરની લિક્વિડ બલ્ક હેન્ડલિંગ ક્ષમતા વધીને 5.2 એમએમટી થઇ જશે. APM ટર્મિનલ્સ પીપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર ગિરિશ અગ્રવાલે કહ્યું કે,

ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી) કાર્યરત થવાની અને કાર્ગો ટ્રાન્સપોર્ટેશન માટે રેલવેનો ઉપયોગ કરવા ઉપર સરકારે ભાર મૂકતાં APM ટર્મિનલ્સ પીપાવાવ અમારા બંદર ઉપરથી માલ-સામાનની ટકાઉ, ઝડપી અને ખર્ચ-કાર્યક્ષમ અવરજવરની ગ્રાહકની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આદર્શ સ્થિતિમાં છે. બંદરની એલપીજી હેન્ડલિંગ ક્ષમતાનું વિસ્તરણ એવા સમયે થઇ રહ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રીના ફ્લેગશીપ પ્રોગ્રામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય)ની સફળતા બાદ દેશના પરિવારો એલપીજી તરફ વળી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એલપીજી ગ્રાહકોના આધારમાં નોંધપાત્ર વધારો થયો છે. APM ટર્મિનલ્સ પીપાવાવ ભારતના થોડાં બંદરો પૈકીનું એક છે કે જેમાં એલપીજી રેલ સાઇડિંગ છે, જે અંદાજે 1200 એમટી એલપીજી કાર્ગોની સંપૂર્ણ ટ્રેનને લઇ જઇ શકે છે.