અમદાવાદ, 30 મેઃ AWFIS SPACEનો આઇપીઓ આજે લિસ્ટેડ થઇ રહ્યો છે. જ્યારે 900થી વધુ કંપનીઓ તેમના ત્રિમાસિક કમાણીના સ્કોરકાર્ડ જાહેર કરશે. તે ઉપરાંત GIFT નિફ્ટી ટ્રેન્ડને પગલે 30 મેના રોજ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો નકારાત્મક નોંધ પર ખુલે તેવી અપેક્ષા છે જે વ્યાપક ઇન્ડેક્સ માટે 54.50 પૉઇન્ટનું નુકસાન સૂચવે છે. દરમિયાનમાં સતત ચોથા સત્રમાં નિફ્ટી 22,700ની સાયકોલોજિકલ સપાટી નજીક પહોંચી ગયો છે. સેન્સેક્સ 667.55 પોઈન્ટ્સ અથવા 0.89 ટકા ઘટીને 74,502.90 પર અને નિફ્ટી 183.50 પોઈન્ટ્સ અથવા 0.80 ટકા ઘટીને 22,704.70 પર હતો.

ટેકનીકલી નિફ્ટીએ 22700નું લેવલ જાળવવી જરૂરી રહેશે. કેરળમાં ચોમાસું, સેન્ટરમાં સરકાર સ્થાપિત થાય ત્યાં સુધી બજાર થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવી રહ્યું છે. સાથે સાથે સ્ટોક સ્પેસિફિક હેવી વોલ્યૂમ્સ અને વોલેટિલિટીને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.

નિફ્ટી માટે મેજર લેવલ્સઃ સપોર્ટ 22652- 22599, રેઝિસ્ટન્સ 22792- 22879

બેન્ક નિફ્ટી માટે મેજર લેવલ્સઃ સપોર્ટ 48261- 48021, રેઝિસ્ટન્સ 48882- 49263

સ્ટોક્સ ટૂ વોચઃ GMRARIPORT, CUMMINS, KNRCONS, HCG, AADHAR, CGPOWER, TECHM, PNBHOUSING, GESHIP, COCHINSHIP, MAZDOCK

સેકટર્સ ટૂ વોચઃ કેપિટલ ગુડ્સ, ફાઇનાન્સ, ટેકનોલોજી, એનર્જી, પીએસયુ સ્ટોક્સ, આઇટી, હેલ્થકેર

FII અને DII પ્રવાહઃ 29 મેના રોજ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 5,841.84 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ તે જ દિવસે રૂ. 5,233.79 કરોડની ઇક્વિટી ખરીદી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)