અમદાવાદ, 4 જૂનઃ જૂન માસની શરૂઆત ધમાકેદાર તેજી સાથે થઇ રહી છે. સોમવારે ઐતિહાસિક ઉછાળો અને ઐતિહાસિક ટોચ હાંસલ કર્યા પછી મંગળવારે લોકસભા ચૂંટણી પરીણામો કેવો રંગ ઉમેરે છે તે માર્કેટ ખૂલતાં પહેલા ખબર પડી જશે.  સોમવારે નિફ્ટી 50 પ્રથમ વખત 733 પોઈન્ટના વધારા સાથે 23,250ની ઉપર બંધ થયો હતો. નિષ્ણાતો કહે છે કે ઇન્ડેક્સ 23,000 પર તાત્કાલિક સપોર્ટ સાથે 23,500ને વટાવી જવાની ધારણા છે.

લોકસભા ચૂંટણીમાં NDA સરકાર માટે મજબૂત બહુમતીનો સંકેત આપતા એક્ઝિટ પોલને પગલે બજારે 3 જૂનના સત્રનો અંત મજબૂત ઉછાળા સાથે કર્યો હતો. બેન્ક નિફ્ટીએ 52,000ના માર્ક તરફ ઉપરની ગતિ જાળવી રાખવા માટે 50,000ની ઉપર રહેવાની જરૂર છે.

નિફ્ટી 50 સોમવારે 733 પોઈન્ટ અથવા 3.25 ટકા વધીને 23,263.90 પર બંધ થયો હતો અને નિફ્ટી બેન્ક 1,996 પોઈન્ટ અથવા 4.07 ટકા વધીને 50,980 પર બંધ થયો હતો. NSE પર લગભગ 1,496 શેર વધ્યા અને 825 શેર ઘટ્યા હતા.

રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 23105- 22945 અને રેઝિસ્ટન્સ લેવલ્સ 23381- 23498 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ અપવર્ડ બ્રેકઆઉટ અને નવી ટોચની સપાટી સાથે 23800- 24000ના લેવલ્સ ક્રોસ કરવા આગેકૂચ માટે જરૂરી રહેશે. 22800 પોઇન્ટની સપાટી મજબૂત ટેકાની સપાટી જણાય છે. આરએસઆઇ અને અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, એવરલી ચાર્ટ પર ઓવરબોટ કન્ડિશન અને એવરેજીસની હાયરબેન્ડ ઉપર નિફ્ટી ટ્રેડ કરી રહ્યો છે.

નિફ્ટી માટે મુખ્ય લેવલ્સઃ રેઝિસ્ટન્સઃ 23,327, 23,392 અને 23,498 અને સપોર્ટ લેવલ્સ 23,116, 23,051 અને 22,945

બેન્ક નિફ્ટી માટે મુખ્ય લેવલ્સઃ 51,133, 51,378 અને 51,776 અને સપોર્ટ લેવલ્સઃ 50,338, 50,092 અને 49,695

ઇન્ડિયા VIX ઇન્ડિયા VIX 14.90 ટકા ઘટીને 20.94 થયો, જે 18 મે પછીનું સૌથી નીચું સ્તર છે.

સ્ટોક્સ ટૂ વોચઃADANIPOWER, ADANIPORTS, SBIN, IRFC, HDFCBANK, ICICIBANK, ADANIENT, BEL, TATAPOWER, RELIANCE, JIOFINANCE, IREDA

સેક્ટર્સ ટૂ વોચઃ એનર્જી, ઓઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઇટી, ટેકનોલોજી, ફર્ટિલાઇઝર્સ, હેલ્થકેર

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)