માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22441, 22530 અને 22674 પોઇન્ટ
અમદાવાદ, 17 મેઃ ગુરુવારે ટ્રેડના છેલ્લા કલાકમાં દિવસના નીચા સ્તરેથી સુધારો તેમજ નિર્ણાયક રીતે 22,300ના સ્તરને વટાવીને ધ્યાનમાં લેતા, એક દિવસના કોન્સોલિડેશન પછી બજાર મજબૂત બન્યું હોવાનું જણાય છે. નિફ્ટી 50 22500-22600ના સ્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે જો કે આગામી સત્રોમાં 22300 સપોર્ટ તરીકે રહેશે.
નિફ્ટી 50 એ સાપ્તાહિક F&O એક્સપાયરી સત્રમાં સરેરાશથી ઉપરના વોલ્યુમો સાથે ઊંચી ઊંચી રચના જાળવી રાખી હતી અને હવે મોમેન્ટમ ઈન્ડિકેટર RSI (53 રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ) સાથે તમામ ચાવીરૂપ મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થાય છે, જે તમામ પોઝિટિવ સંકેતો છે. ટેકનિકલી નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22,441, 22,530 અને 22,674 પોઇન્ટ જ્યારે સપોર્ટ લેવલ્સ 22,153, 22,064 અને 21,919 પોઇન્ટ્સ આસપાસ જણાય છે.
રિલાયન્સ સિક્યુરિટીઝના ડેઇલી રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22162- 21919 પોઇન્ટ્સ અને રેઝિસ્ટન્સ લેવલ્સ 22539- 22675 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
સ્ટોક્સ ટૂ વોચઃ સીજીપાવર, એચએએલ, ટાટા મોટર્સ, ઓએનજીસી, આધાર હાઉસિંગ, પીએફસી, ભેલ, આરઇસી, બીઇએલ, ટીટાગઢ, કેનબેન્ક, એસબીઆઇ, જીઇ શિપિંગ, ઇન્ફોસિસ, ઇન્ડોકો, બાયોકોન, હેપ્પીએસ્ટ માઇન્ડ
સેકટર્સ ટૂ વોચઃ બેન્કિંગ- ફાઇનાન્સિયલ, પીએસયુ, રેલ પીએસયુ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, સિલેક્ટિવ ટેક સ્ટોક્સ
બેન્ક નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 47,518, 47,350 અને 47,078
બૅન્ક નિફ્ટીએ પણ સુધારાની શરૂઆત કરી અને તે 48,000 માર્કની નજીક ગયો છે. આ સપાટી ઉપર નિર્ણાયક રીતે બંધ થવાથી ઇન્ડેક્સ 49,000 માર્ક તરફ જઈ શકે છે. બેંકિંગ ઇન્ડેક્સમાં પણ દિવસના નીચા સ્તરેથી મજબૂત રિકવરી જોવા મળી હતી અને 290 પોઈન્ટ વધીને 47,977 પર બંધ થયો હતો, જે ડેઇલી ચાર્ટ પર ડોજી પ્રકારની કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે છે. જે માર્કેટમાં હજી અનિર્ણાયકતા હોવાનો સંકેત આપે છે. ટેકનિકલી બેન્ક નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 48,062, 48,230 અને 48,503 પોઇન્ટ્સ ધ્યાનમાં રાખવા અને સપોર્ટ લેવલ્સ 47,518, 47,350 અને 47,078 પોઇન્ટ્સ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)